તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 5th November 2025
જામનગરના નભો મંડળમાં આજે સૌથી વધુ તેજસ્વી અને સૌથી મોટો સુપર મૂન નરી આંખે જોવા મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: આજે સમગ્ર ભારત વર્ષમાં વધુ એક ખગોળીય ઘટના થવા જઈ રહી છે, અને આજે રાત્રિના સમયે સૌથી મોટો અને ખૂબ જ તેજસ્વી સુપર મૂન જોવા મળશે. જે નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકાશે.
બુધવારને તારીખ ૫, નવેમ્બરના રાત્રીના સમયે હાલારના નભોમંડળમાં વધુ તેજસ્વી અને સૌથી મોટો સુપરમૂન જોવા મળશે.જે વર્ષ ૨૦૨૫ નો સૌથી મોટો અને વધુ તેજસ્વી સુપર મૂન નિહાળી શકાશે.
જે સમગ્ર રાજ્યમાં અને આખા ભારતમાં વધુ રોશની સાથે ચમકતો જોવા મળશે. આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય પુનમના ચંદ્ર કરતાં ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશીત રહેશે.
આ સમયે ચંદ્ર આપણી પળથ્વીથી વધુ નજદીક એટલેકે ૩,૫૭,૦૦૦ કીલોમીટર દૂર રહેશે.
ખગોળ મંડળ, જામનગર દ્વારા આ અવકાશી ધટના ના સાક્ષી બનવા જામનગર ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઘટના નરી આંખે કોઈ ટેલિસ્કોપ અથવા બાઇનોકયુલર વગર પણ નિહાળી શકાશે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
