તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
કોળી સમાજ કુરિવાજો અને વ્યસનો ત્યજીને કન્યા કેળવણીને અગ્રતા આપે
પોરબંદરમાં કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના નવા વર્ષના સ્નેહમિલનમાં નશાબંધી ખાતાના અધિક્ષક એસ.પી. ગોહિલનું પ્રેરક પ્રવચનઃ તેજસ્વી છાત્રોનું સન્માન : થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ યોજાયો : સમાજશ્રેષ્ઠી પરસોતભાઇને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા મહાપ્રસાદ યોજાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પ : કોળી સમાજ કુરિવાજો અને વ્યસનો ત્યજી કન્યા કેળવણીને અગ્રતા આપે તે જરૂરી છે સમસ્ત તળપદા કોળી સમાજના સ્નેહ મિલન સમારોહમાં નશાબંધી ખાતાના અધિક્ષક એસ.પી. ગોહેલે જણાવ્યું હતું.
સમસ્ત તળપદા કોળી સમાજ ચેરી ટેબલ ટ્રષ્ટ દ્વારા તાજેતરમા નૂતનવર્ષે ઉજવણી નિમિતે સમસ્ત તળપદા કોળી સમાજનું સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ જેમાં થેલે સેમીયા બાળકો માટે રક્તદાન કેમ્પ, નશા બંધી વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અનેૅ વ્યસન નહિકરવા નાં સપથ, જાણીતા જાદુગર રાજેશ ડાભીનાં પ્રયોગોનું નિદર્શન અને તેજસ્વી છાત્રો સન્માન, સમાજ શ્રેષ્ઠી પરસોત્તમ ભાઇ મકવાણા ને ૧૦૦ વર્ષ પૂરા થતા તેઓનો જન્મ શતાબ્દી ઉજવણી મહોત્સવ સમૂહ ભોજન રૂપે મહાપ્રસાદ સહીતનાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમના પ્રારંભમાં પોરબંદર સમસ્ત તળપદ કોળી સમાજના પ્રમુખ રવિ ભાઇ અરજણ ભાઇ મકવાણાએ છેલ્લા બે દાયકા ઓથી સામાજિક આઘ્યાત્મિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવળતિઓ ની છણાવટ કરી ઉપસ્થિતમહાનુભાવોને આવકાર્યા હતાં બાદ ઉપપ્રમુખ અને માધવાણી કોલેજના નિવળત પ્રોફેસર ડો.ભૂપતભાઇ ભાઇ મકવાણા એ પોરબંદરનાં ખાપટ ખાતે આવેલી તળપદા કોળી સમાજની વંડી ને સુવિધા સાથે અત્યાધૂનિક બનાવવા ની રૂપરેખા પ્રસ્તુત કરી દાતા ઓને આગળ આવવા આહવાન કર્યુ હતુ.
રેલ્વે સ્ટેશન પાસે ભીમનાથ મહાદેવ અન્નક્ષેત્રના સેવા કર્મી અને તળપદા કોળી સમાજના મોભી તુલસીભાઈ મકવાણાનાં અઘ્યક્ષ સ્થાને યોજાયેલા આ નૂતન વર્ષેની ઉજવણી નિમિતે તોહ મિલન સમારંભમાં નિવળત તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મણભાઇ શિયાળ, જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબી મંડળ નાં પ્રમુખ લાખા ભાઇ મોક રિયા, મંત્રી હિતેશ ભાઇ ચુનીભાઇ વાજા,જિલ્લા સમસ્ત ઠાકોર કોળી સમાજના પ્રમુખ અરજણ ભાઇ આંત્રોલિયા, જિલ્લા કોળી સમાજ રત્ન કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા , ઓમ સાંઈ ટેકા પરબના પ્રમુખ રામ સી ભાઇ બામણીયા, નશા બંધી વિભાગનાં અધિક્ષક એસ.પી ગોહિલ, તાલુકા કોળી સમાજના પ્રમુખ ગીગા ભાઇ ચાવડા છાયા, દિવેચાં કોળી સમાજના પ્રમુખ મગન ભાઇ બામણીયા, જિલ્લા કોળી સેના નાં પ્રમુખ મનોજભાઇ મકવાણા તળપદા કોળી સમાજના શ્રેષ્ઠી અરજણભાઇ જીણાંભાઇ મકવાણા સમાજ શ્રેષ્ઠી રમેશ ભાઇ લુદ રિયા ધનસુખ ભાઇ ડાભી ઉપસ્થિતિ રહ્યા હતા
આ સ્નેહ મિલન સમારોહ નું મંગળ દીપ પ્રાગટય કરી ને અધ્યક્ષીય ઉદબોધન કરતાં તળપદા કોળી સમાજના શ્રેષ્ઠી તુલસી ભાઇ મકવાણા એ જણાવ્યું હતુ કે આજન બદલાતા સમયમાં વિચારો અને માનસિકતા બદલવાની જરૂર છે.
નશા બંધી વિભાગ નાં અધિક્ષક એસ . પી.ગોહિલ એ જણાવ્યું હતુ કે , પછાત સમાજ માં માવા ફાકી, ગુટકા તમાકુ જેવા માદક દ્રવ્યોને ત્યજીને બચત કરવાનું કેળવો જેથી બચત થયેલા નાણાં નો ઉપયોગ શિક્ષણમાં કરો કોળી સમાજ કું રિવાજો, અંધ શ્રદ્ધા અને વ્યસન ત્યજી કન્યા કેળવણીને અગ્રતા આપવાનું આહવાન કર્યુ હતું
ગોઢાણીયા બી એડ કોલેજ નાં ડાયરેક્ટર ડો. ઈશ્વરલાલ ભરડા એ જણાવ્યું હતું કે, સમાજના પ્રતિભાવંત બાળકો એ સમાજ અને રાષ્ટ્રની અમૂલ્ય સંપતિ છે.
તાલુકા કોળી સમાજ ના પ્રમુખ ગીગા ભાઇ ચાવડા એ જણાવ્યું હતુ કે યુવાનો એ સમાજની ઉન્નતિ ની આવતી કાલ છે સમાજના તંદુરસ્ત નિર્માણમાં૫ સારું સ્વાથ્ય અત્યંત જરૂરી છે આને વ્યસનો એ યુવાનોનું સ્ટેટ્સ બન્યું છે ત્યારે સમાજની આવતી કાલ ઉજ્જવન બનાવવા પાન, ફાકી, ગુટકા, માવા ચરસ, દારૂ જેવાં માદક દ્રવ્યો ને ત્યજી શિક્ષણને પ્રાધન્ય આપવા આહવાન કર્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા કોળી સમાજ નવરંગ ગરબી મંડળનાં પ્રમુખ લાખા ભાઇ મોક રિયાએ કોળી સમાજ સામાજિક શૈક્ષણિક રીતે પછાત છ ત્યારે સમાજમા અંધ શ્રદ્ધા, કુરિવાજો વ્યસનો જુગાર જેવી બદીઓ નો વ્યાપ દિન પ્રતિ દિન વધતો જાય છે ત્યારે સં પ, એકતા ભાઈચારો કેળવી આ અંધકારને દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ વા અનુરોધ કર્યો હતો
જિલ્લા કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ અરજણભાઇ આંત્રોલિ યાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ૨૧ કરોડ અને રાજ્યમા ૨૮ટકા નીવસ્તી ધરાવતો કોળી સમાજ સામાજિક અને શૈક્ષણિક પછાત છે ત્યારે અન્ય સમાજની હરોળ મા આવવા વ્યસનો નો ત્યાગ કરીૅ બેટી બચાવો બેટી પઢાઓૅનાં સૂત્ર ને વેગવાન બનાવવાની શિખ આપી હતી
પોરબંદર જિલ્લા કોળી સેનાનાં પ્રમુખ મનોજભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે સમાજની ઉન્નતિ માટે શિક્ષણ અને સંગઠન જરૂરી છે સ્વદેશી વસ્તુઓનો ત્યાગ કરી વિકસીત ભારતને આત્મ નિર્ભર બનાવવા યુવતી યુવાનોની ભૂમિક અત્યંત મહત્વની છે
કડિયા પ્લૉટ શેરી નં ૮ મા આવેલ કડિયા જ્ઞાતિ નિ વંડી ખાતે તળપદા કોળી સમાજ ના શ્રેષ્ઠી પરસોત્તમ ભાઇ મકવાણાને ૧૦૦ વર્ષ થતાં તેમનો જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિતે મહાનુંભાવો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતુ.
આશા ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા થેલે સેમિયાં બાળકો માટે રક્ત દાન કેમ્પનો પ્રારંભ તળપદા કોળી સમાજના ઉપપ્રમુખ પ્રફુલ્લ ભાઇ મકવાણાએ રક્ત દાન કરી ને કર્યો અને જિલ્લા નશાબંધી આબકારી કચેરી દ્વારા વ્યસન મુક્તિ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લોકો ભા થઈ અમો વ્યસન કરશું નહિ અને બીજાને વ્યસન કરવા દેશું નહિ. સપથ લીધા હતા આ સાગર પુત્ર સમન્વયઅને પાયોનીયર કલબ નાં પ્રમુખ પ્રવીણ ભાઇ ખોરાવા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને નોટ બુકનાં ચોપડા ધોરણ ૧થી ૧૨ સુધીના છાત્રોને મહાનું ભાવોનાં હસ્તે મોમેટો, સર્ટિફિકેટ સ્મળતિ ચિન્હ અને રોકડ પુરસ્કાર નોટ બુક નાં ચોપડા એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં
જાદુગર રાજેશ ડાભી દ્વારા નિઃશુલ્ક ચમત્કાર થી ચેતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાળીયરમ થી ચુંદડી કાઢવી, સોના નાં ઘરેણાં ડબલ કરવા, વીંટી ગુમ કરવી, કંકુ પગલાં થવા, રૂપિયાનો વરસાદ થવો, પેટીમાં છોકરીને ગૂમ કરવી, ગરમ તેલમાંહાથે થી પૂરી કાઢવી, મોઢામાંથી બલ્ડ કાઢવી હવામાં અગ્નિ પેટાવો જેવા અનેક પ્રયોગો નું નિદર્શન કરી ને આ કોઈ ચમત્કાર નથી હાથ ચાલાકી છે તેનો પરદા પાસ કરીનેઆશ્રધ્ધા, અને ચમત્કાર નથી પણ વિજ્ઞાન છે તે સાબિત કરતા તાળીઓના નાદે બિરદાવ્યા હતા.
યોગા વીર અલ્પેશ ભાઇ મકવાણા અને ભાર્ગવી બેન પરમારે ધ્યાન, પ્રાણાયમ અને આસનોનું નિદર્શન કરી સૌને મંત્ર મુગ્ધ બનાવ્યા હતા
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મંત્રી ભૂપત ભાઇ છગન ભાઇ ડાભી અને ભીખુ ભાઇ ભાણાંભાઇ પરમાર એ સંભાળ્યુ હતું જ્યારે આભાર વિધિ ઉપપ્રમુખ નિવળત ફોજી પ્રફુલ્લ ભાઇ મકવાણા એ કરી હતી
આ કાર્યક્રમમા કેશુભાઇ વાઢિયા, અશોકભાઇ ભરડા, રામભાઇ ડા કી, હિતેશ ભાઇ વાજા સુનીલ ભાઇ સોલંકી વિજયભાઇ બોરચિયા પ્રવીણ ભાઈ બામણીયા પ્રદીપ ભાઇ બામણીયા જગદીશ ભાઇ ચાવડા ભ દુ ભાઇ ખેર ગોગન ભાઈ લવા,સહીતના અગ્રણીઓ, અધિકારઓ પદાધિકરીઓ, વિદ્યાર્થીઓ અને ભાઇ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
આ કાર્ય ક્રમને સફળ બનાવવા સર્વવ, પ્રમુખ રવિ ભાઇ મકવાણા નાં માર્ગદર્શન હેઠળ હોદેદારો પ્રિતેશભાઇ બારૈયા વિમલ ભાઇ ડાભી રમેશભાઇ જાદવ હસમુખભાઇ મકવાણા ભાવેશ ભાઇ બાવળિયા, કા રુભાઇ ડાભી, ધ નું ભાઇ ડાભી, ભીખુભાઇ ડાભી ભાવેશ ભાઇ બાબરીયા, મકવાણા અરુણ ભાઇ મકવાણા સહીતના શ્રષ્ઠીઓ એ જહેમત ઉઠાવી હતી.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
