News of Wednesday, 5th November 2025
શિસ્ત માટે જાણીતી જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદમાં: સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ
જામનગર જિલ્લા કલેક્ટરને રેગિંગ અંગે રજૂઆત પણ કરાઈ હતી ત્યારે હવે રેગિંગનો વીડિયો વાઇરલ થતા શાળાનાં સંચાલકો સામે અનેક સવાલો ઊભા થયા

જામનગર તા.૫
શિસ્ત માટે જાણીતી જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદમાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં રેગિંગનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ પણ કર્યા છે. આ સાથે વાલીઓનું એવું પણ કહેવું છે કે બે દિવસ પહેલા જ જામનગર જિલ્લા કલેક્ટરને રેગિંગ અંગે રજૂઆત પણ કરાઈ હતી. ત્યારે હવે રેગિંગનો વીડિયો વાઇરલ થતા શાળાનાં સંચાલકો સામે અનેક સવાલો ઊભા થયા છે.
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ મોટા વિવાદમાં સપડાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર શાળાનાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં રેગિંગનો કથિત વીડિયો વાઇરલ થતાં આ વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પીડિત વિદ્યાર્થીઓનાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ ઊઠી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
