News of Wednesday, 5th November 2025
જામજોધપુર પો.સ્ટે.ના અપહરણના ગુન્હામા નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી શોધી કાઢતી જામનગર એલ.સી.બી. પોલીસ
ડુંગરપુર જિલ્લાના આસાપુર બસ સ્ટેન્ડમાંથી આરોપીને ઝડપી જામજોધપુર પોલીસને સોંપી આપ્યો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર , (IPS) નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જણાવેલ હોય જેથી પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લાના તથા અન્ય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી.ના પો.ઇન્સ. ને સુચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. બી.એન.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો ધ્વારા નાસતા ફરતા આરોપીઓ બાબતે હકિકત મેળવી જરૂરી વર્ક આઉટ કરવામાં આવેલ.
દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ તથા મયુરસિંહ પરમારને મળેલ હકિકત આધારે જામજોધપુર પોલીસ સ્ટેશન ગુરન ૧૧૨૦૨૦૨૬૨૪૦૪૦૨/૨૦૨૪ ઇપીકો કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી કલ્પેશભાઈ શંકરભાઈ નિનામા (રહે. ઉપલા કંટાલાગામ જી.બાસવારા રાજસ્થાન વાળા ) ને રાજસ્થાન રાજયના ડુંગરપુર જીલ્લાના આસપુર બસ સ્ટેન્ડમાથી મળી આવતા હસ્તગત કરી એ.એસ.આઇ. દિલીપભાઇ તલાવડીયાએ મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જામજોધપુર પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયા તથા ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, કાસમ બ્લોચ, સુમિતભાઈ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
