News of Wednesday, 5th November 2025
લીંબડી-રાજકોટ હાઇવે ફુલગ્રામ નજીક ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ
ડ્રાયવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક ડમ્પરમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે ઉપર ડમ્પરમાં આગ લાગતા દોડધામ મચી હતી. ભડભડ સળગી રહેલા ડમ્પર વચ્ચેથી વાહનો પુરપાટ પસાર થતા ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ લીંબડી-રાજકોટ હાઇવે ફુલગ્રામ નજીક ડમ્પરમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક તરફ ડમ્પરમાં આગ અને બીજી તરફ વાહનોની અવરજવર થઇ રહી હતી, જો કે ડમ્પરમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ડ્રાયવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક ડમ્પરમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
