News of Thursday, 6th November 2025
મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુનાનકની જન્મજયંતિની ઉજવણી કરાઈ.
સવારે પ્રભાત કીર્તન, ભોગ, બપોરે મહાપ્રસાદ, સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજયમાં ઠેર-ઠેર ગુરુનાનકની 556મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે મોરબીમાં સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે માખેચા નવીનભાઈએ જણાવ્યું હતું કે, સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુનાનકની જન્મજયંતિની ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં સવારે પ્રભાત કીર્તન, ભોગ, બપોરે મહાપ્રસાદ, સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
