<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

માળીયા મિયાણાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

સ્થાનિક પોલીસે જુગાર રમતા પાંચને રોકડા રૂપિયા 10,240 સાથે ઝડપી લીધા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડી જુગારધામ સંચાલક સહિત પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 10,240 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

     પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે, ખાખરેચી ગામે કુંવરજીભાઈ અમરશીભાઈ પરસુડા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા રહેણાંકમાં ચાલતા જુગારધામમાં જુગાર રમી રહેલ આરોપી કુંવરજીભાઈ અમરશીભાઈ પરસુડા, રઘુભાઈ દિનેશભાઈ શંખેસરિયા, ગોપાલભાઈ અવાભાઈ ભોજવીયા, કિશોરભાઈ હરજીભાઈ મેવાડા અને આરોપી સંજયભાઈ સોંડાભાઈ દેલવાડિયા( રહે. તમામ ખાખરેચી ગામ વાળા) ઓ રોકડા રૂપિયા 10,240 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઈ જતા પોલીસે જુગારધારા કલમ 4 - 5 મુજબ કાર્યવાહી કરી હતી.

(12:15 AM IST)