હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સહાય નહી, ખેડૂતોના દેવા માફ કરો : પરેશ ધાનાણી
અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ તાલુકાઓમાં ખેડૂતો અને માછીમારોના ‘દેવા માફ' માટે પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૬: તાજેતરમાં કમોસમી વરસાદ (માવઠા) થી અમરેલી જિલ્લામાં ખેડૂતોને થયેલ વ્યાપક નુકશાન સામે વળતર નહી પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા માટે તા.૦૫/૧૧/૨૦૨૫ થી ખેડૂતો તથા માછીમારો દેવા માફ માટે ધરણા ના મંડાણ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.
જેના ભાગ રૂપે રાજુલા અને જાફરાબાદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ખેડૂતોની માંગણી અને લાગણી મુજબ ‘ખેડૂતોનાં દેવા માફ' માટે પ્રતિક ધરણા કરવામાં આવેલ હતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ વિરોધ પક્ષ નેતા તથા પ્રતાપભાઈ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા તથા વલ્લભભાઈ જીંજવાડિયા અગ્રણી, અશોકભાઈ ચાવડા સંદીપભાઈ ધાનાણી, ટીકુભાઇ વરું, ડાંગાભાઈ હડીયા જે.ડી કાછડ, શાંતિભાઈ રાણવા નરેશભાઈ અધ્યારૂ રફીકભાઈ મોગલ, મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેઓની માંગણી મુજબ રાજુલા અને જાફરાબાદ તાલુકાનાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય નહી. પરંતુ ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને તેમનો હક્ક મળે તે માટે ભાજપ સરકારને જગાડવાનું કામ હાથ ધરવામાં આવેલ અને આ મહાનુભાવો દ્વારા ખેડૂતોનાં પ્રાણ પ્રશ્નો સાંભળવામાં આવેલ તેમજ ખેતી સાથે જોડાયેલ અન્નદાતા અને જગતના તાતની આજે જે મનોદશા છે તેમને વાચા આપવા આ લડાઈ કોંગ્રેસ લડી રહ્યું છે.
તેમાં આ બન્ને તાલુકાનાં ખેડૂતો સયંભૂ જોડાયેલ ત્યારે મહાનુભાવો તેમના પ્રવચનોમાં જણાવેલ હતું કે કોંગ્રેસ હમેશા દરેક વર્ગ ની સાથે છે અને ખંભે ખંભા મિલાવીને ન્યાય આપવામાં કયારેય પાછી પાની નહી કરે, ત્યારે રાજુલા અને જાફરાબાદ તાલુકા માંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં આવેલ હતા અને કાર્યકર્તાઓ તાલુકાભરના ખેડૂતો આવ્યા હતા ભાયાભાઈ ગુજર, બી.કે સોળિયા,રમેશભાઈ, દીપકભાઈ ત્વરિવેદી, વિઠલભાઈ સોલંકી, યશવંતભાઈ બારીયા યુસુફભાઈ દરબાર, ઘનશ્યામભાઈ શેખડા, જગદીશભાઈ પડસાલા, અનકભાઈ સાખડ નાથાભાઈ પરમાર, જયરાજભાઈ બોરીચા, આલકુંભાઈ વરુ હરેશભાઈ કોટીલા નરેન્દ્રભાઈ વરુ, ઘનશ્યામભાઈ ભાલાળા, જયરાજભાઈ રાઠોડ, રવિભાઈ ધાખડા, રજાકભાઈ, વગેરે કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા. આમ તા. ૦૫/૧૧/૨૦૨૫ થી અમરેલી જિલ્લામાં ‘ખેતી બચાવો સત્યાગ્રહ'ના મંડાણ કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લાનાં દરેક તાલુકાઓમાં કાર્યક્રમ અને ધરણા અમરેલી જિલ્લા કોંગ્રેસ તેમજ દરેક તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસની અખબારી યાદીમાં જણાવેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
