News of Thursday, 6th November 2025
જામનગરમાં કંપનીની સાઇટ પર બીજા માળેથી પટકાતાં મજૂરનું મોત

રાજકોટ તા. ૬: જામનગરમાં કંપનીની સાઇટ પર કામ કરતી વખતે બીજા માળેથી પડી જતાં ૨૪ વર્ષના મજૂર યુવાનનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જામનગર રિલાયન્સ કંપની નજીક રહેતો સુશાંત સુરેન્દર મહંત (ઉ.વ.૨૪) ગત ૩/૧૧ના રોજ એમટીએસ કંપનીની સાઇટ પર કામ કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સારવારમાં દમ તોડી દેતાં હોસ્પિટલ મારફત જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એએસઆઇ દિલીપસિંહ જાદવે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
