News of Thursday, 6th November 2025
રાત્રીનો શિયાળો શરૂ
ત્રણેક દિવસ ક્રમશઃ તાપમાન ઘટશે બાદમાં નવા ડબલ્યુડીના આગમન સુધી વાતાવરણ સ્થિર રહેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૬: હાલની વેધ પ્રણાલીની વાત કરીએ તો એકટીવ નોર્થ ઇસ્ટનું ચોમાસું હવે દક્ષિણમાં શરૂ થઇ ચુકયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મિરથી આગળ નીકળી ચુકયું હોઇ, હવે જમ્મુ કાશ્મિરમાં વરસેલી બરફવર્ષામાંથી પસાર થઇ ઉત્તર પヘમિના ઠંડાગાર પવનો આજ રાતથી અનુભવાઇ રહ્યા છે. જે બે-ત્રણ દિવસ સુધી ક્રમશઃ રાજસ્થાન સહિત ગુજરાતમાં તાપમાનનો પારો નીચો લાવશે.
બંગાળની ખાડીમાં એક વળી નવી સીસ્ટમ આકાર લઇ રહી છે સંભવતઃ આવતીકાલથી તે લો પ્રેસર સ્વરૂપે ડેવલપ થઇ શકે છે. આ સીસ્ટમથી દક્ષિણના રાજયોમાં એકટીવ થયેલ નોર્થ ઇસ્ટ મોન્સુન વેચવાન બનશે.
જેમ ચોમાસા સમયે અરબ સાગર કે બંગાળની ખાડીમાં ઉદ્ભવતી સીસ્ટમોથી ગુજરાતમાં કેવું વાતાવરણ થશે? તેનું પૂર્વોનુમાન થઇ શકતું હતું. હવે શિયાળાની ઠંડીની વધ ઘટનું પૂર્વાનુમાન જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થતા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની મજબુતાઇ કે ઓછા મજબુત હોવા પર આ ડબલ્યુ-ડી જમ્મુ કાશ્મિરમાંથી પસાર થઇ ગયા બાદ ગુજરાતમાં કેવી અને કેટલી ઠંડીનો સુસવાટા રહેશે? તેનું પુર્વાનુમાન થતું હોય છે. જમ્મુ કાશ્મિરમાંથી કાલેજ ડબલ્યુડી પસાર થઇ ગયા બાદ આજ રાત્રીથી ઠંડીનો ચમકારો અનુભવાયો છ.ે
સ્કાયમેટના વીપી મહેશ પલાવતના પુર્વાનુમાન મુજબ આગામી દસ દિવસ સુધી કોઇ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના ન હોઇ, હાલ શિયાળાના આ પ્રારંભિક દૌરમાં રાત્રીનો શિયાળો શરૂ થઇ, બે-ત્રણ દિ' તાપમાન થોડું નીચુ જઇ, નવા ડબલ્યુડીના આગમન સુધી કોઇ મોટા બદલાવ વિના વાતાવરણ સ્થીર રહેવાનો વર્તારો આઇએમડી કરે છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
