<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ભારતી આશ્રમના લઘુ મહંતની પૂછપરછઃ નિવેદન માટે તજવીજ

સારવારમાંથી આજે ડિસ્‍ચાર્જ થયે આગળની કાર્યવાહી માટે પોલીસની તૈયારી શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૬: ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી બાપુ ગઈકાલે પરિક્રમા રૂટના ઇટવા ઘોડી વિસ્‍તારમાંથી મળી આવ્‍યા બાદ સારવારમાં ખસેડાયા હતા. હવે આજે પોલીસે લઘુ મહંતની પૂછપરછ અને નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

ભવનાથ ખાતેના ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી પાંચ પાનાની સુસાઇડ નોટ લખી રવિવારની વહેલી સવારે આશ્રમમાંથી નીકળી ગયા હતા. બાદમાં તેની  ભાળ નહીં મળતા પોલીસની જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી હતી. બુધવારે એસડીઆરએફ, વન વિભાગ, પોલીસના ૩૦૦થી વધુ કર્મચારીઓએ ગિરનાર જંગલ વિસ્‍તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પરિક્રમા રૂટ ઉપર આવેલ ઇટવા ઘોડી નજીકના કાળભૈરવ મંદિર પાસેથી લઘુ મહંત મહાદેવભારતી બાપુ હેમખેમ મળી આવ્‍યા હતા. પરંતુ બાપુ ત્રણ દિવસથી ભૂખ્‍યા તરસ્‍યા હોવાથી બોલી ચાલી શકે તેવી સ્‍થિતિમાં ન હતા જેથી તાત્‍કાલિક તેઓને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

લઘુ મહંતને આજે સરકારી હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરવામાં આવે તેવી શકયતા હોવાથી પોલીસે મહાદેવ ભારતીની પૂછપરછ, નિવેદન  લેવા સહિતની આગળની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી આરંભી છે.

(2:54 PM IST)