News of Thursday, 6th November 2025
ધોરાજી-તાલુકામાં માવઠાના નુકશાન સહાય ચુકવવા કોંગ્રેસના ધરણા-આવેદન
ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે કાર્યક્રમમાં લલિત વસોયા, લલિત કગથરા, ડી.એલ. ભાષા સહિત અનેક અગ્રણીઓ જોડાયાઃ મંજૂરી વગરનો કાર્યક્રમઃ રેલીનો કાર્યક્રમ યોજીને ડેપ્યુટી કલેક્ટરને આવેદન

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૬: ધોરાજી પંથકમાં કમોસમી વરસાદ ને કારણે થયેલ નુકસાન ને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે ખેડૂતો ને થયેલ પાક નુકસાની ના વળતર અપાવવા માટેથઈ ને કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યક્રમ રાખી અને સરકાર ને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા ખેડૂતો એ પણ તાત્કાલિક સહાય ચૂકવવા ની માંગ કરી હતી કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા ન કાર્યકર્મમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા
આ સમયે પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરાએ જણાવ્યું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી અને સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે અને સરકાર ટેકા ભાવ એ મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટ થી સર્વે કેમ નહીં આમ સરકાર પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે ભાજપના ધારાસભ્ય મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે અને છતાં પણ સર્વેનો નાટક કરી અને સરકારને ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોની મગફળીની ટેકાના ભાવ એ ખરીદી કરવાની છે એ તાત્કાલિક શરૂ કરવી જોઈ અને ૩૦૦ મણ મગફળી ખરીદી કરવી જોય.
ધરણા કાર્યક્રમમાં ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજના આગેવાન ડી એલ ભાષા, કોંગ્રેસના સિનિયર અગ્રણી નગીનભાઈ વોરા, શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા, મહામંત્રી ચિરાગભાઈ વોરા, ગોપાલભાઈ સલાટ, કોંગ્રેસના અગ્રણી જગદીશભાઈ રાખોલીયા, વસંતભાઈ હિરપરા સહિત કોંગ્રેસના શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ ગરચર તેમજ સ્ટાફ દ્વારા સંઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર સાપર ગોંડલ ધોરાજી શહેર અને તાલુકા પોલીસનો કાફલો સભા સ્થળે રાખવામાં આવ્યો હતો.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
