News of Thursday, 6th November 2025
જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ૩૦ લાખની ખંડણીમાં આફ્રિકાનો શખ્સ ઝડપાયો
ગણતરીના દિવસોમાં તલાલાના ચિત્રવડના મુળ વતની સમીર બ્લોચની ધરપકડ કરતા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૬, જુનાગઢના ધારાસભ્યસંજયભાઇ કોરડીયા,પાસેથી માંગવામાં આવેલ રૂ.૩૦ લાખની ખંડણીના ગુન્હાના મુખ્ય આરોપી કે જે હાલ ઇસ્ટ આફ્રિકાના કોંગોનો રહિશ મૂળ રહે.ચિત્રાવડ તા.તાલાલા જી.ગીરસોમનાથવાળાને ગણતરીના દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની ટીમે ઝડપી પાડેલો છે. આ કામે પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા, જુનાગઢનાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા, જુનાગઢ શહેર વિભાગ, જુનાગઢનાઓની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ લા. દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી અગાઉ બે આરોપીઓ (૧) ઇમરાન ઉર્ફે જોન નુરમહમદભાઇ સિમારી રહે. વેરાવળ જી.ગીર-સોમનાથ તથા (૨) રોનક રાજુભાઇ ઠાકોર રહે. અમદાવાદ ભાડય ઠાકોર વાસ, અલજી પલજી ઠાકોર વાસ વાળાઓને પકડી પાડવામાં આવેલ જે ૧ ગુનાના મુખ્ય આરોપી સમીર બ્લોચ રહે. (હાલ) કોંગો, સાઉથ આફ્રીકા (ઇસ્ટ) (મુળ) રહે. ચિત્રાવડ તા.તાલાલા જી.ગીરસોમનાથ વાળાએ સોશીયલ મીડીયામાં મને કોઇ પકડી શકે તેવી કોઇની તાકાત નથી, મને પોલીસ કે રાજકારણીઓનો કોઇ ડર નથી જેવી વાતો ઉચ્ચારેલ. જે આરોપીને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ રહી પોલીસ અધિક્ષક સાહેબશ્રી, જૂનાગઢનાઓ દ્વારા આરોપી વિરૂધ્ધમાં લુક આઉટ સર્યુકલર જાહેર કરવામાં આવેલ. જે એલ.ઓ.સી. આધારે શ્રી છત્રપતી શીવાજી એરપોર્ટ, મુમ્બઇ (મહારાષ્ટ્ર) ખાતે તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ ઇન્ટરસેપ્ટ થતા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ.શ્રી ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. સરમણભાઇ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો. હેડ કોન્સ. રાજદિપસિંહ ચુડાસમાને તાત્કાલીક મુમ્બઇ ખાતે રવાના કરી આરોપી સમીર રીંગબ્લોચને મુમ્બઇ એરપોર્ટ ખાતેથી લાવી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પો.સ્ટઠે. ખાતે સોંપવામાં આવેલ. આગળની વધુ તપાસ જારી.(૧) સમીર ગાલીફભાઇ રીંગબ્લોચ, ઉ.વ.૩૨ રહે.(મુળ) ચિત્રાવડ તા.તાલાલા જી.ગીર સોમનાથ (હાલ) કોંગો સાઉથની ધરપકડ કરી છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કે.એમ.પટેલ તથા બી-ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.બી.ગોહિલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. સરમણભાઇ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. રાજદિપસિંહ ચુડાસમા તથા જયેશભાઇ બાંભણીયા વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ. છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
