News of Thursday, 6th November 2025
ધોરાજી-જેતપુર વચ્ચે એસ.ટી.બસ પલ્ટી જતા ૧૩ મુસાફરો ઇજાગ્રસ્ત
૬ ઇજાગ્રસ્તોને ધોરાજી અને ૭ મુસાફરોને જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી ધોરાજી જેતપુર ગામ વચ્ચે એસ ટી બસ પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત થયો હતો.
૧૩ પ્રવાસીઓને ઈજા થતાં ૬ ને ધોરાજી ૭ ને જેતપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાનાવડાળા ગામ થી જતી એસ ટી બસ ધોરાજી જેતપુર વચ્ચે પુલ પાસે કોઈ કારણસર પલ્ટી મારી જતા પેસેન્જરો ને ગંભીર ઈજા પહોંચી જેમાં ૧૩ જેટલા પેસેન્જરો ને ઈજા પહોંચી હતી તેવા પેસેન્જરોને ૧૦૮ દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં છ જેટલા ઈજાગ્રસ્ત પેસેન્જર ખસેડવામાં આવ્યા જ્યારે સાત જેટલા પેસેન્જરોને જેતપુર હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફત લઈ જવામાં આવ્યા હતા
અને વધુ ઈજાગ્રસ્ત હાલતમાં થયેલા પેસેન્જરો ને અન્ય ગામોમાં સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા
ઉપરોક્ત બનાવની જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન તપાસ ચલાવી રહી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
