<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ગોંડલમાં અક્ષર મંદિરે મહંત સ્‍વામીની નિશ્રામાં કાર્તિક પૂર્ણિમાનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો

૧૫૦૦૦ કરતાં વધુ હરિભક્‍તોએ આ ઉત્‍સવને મન ભરી માણ્‍યોઃ મોટી સંખ્‍યામાં સંતોની ઉપસ્‍થિતી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૬: વિક્રમ સંવત ૨૦૮૨ ની પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂર્ણિમાનો ઉત્‍સવ ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજની નિશ્રામાં ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો. દિગંતમાં ડંકા એ શીર્ષક હેઠળ સમગ્ર કાર્યક્રમને સંવાદ, નળત્‍ય, પ્રવચન તેમજ પ્રશ્‍નોત્તરીના માધ્‍યમથી ખૂબ સારી રીતે પ્રસ્‍તુત કરવામાં આવ્‍યો હતો. બીએપીએસ ના સ્‍થાપક બ્રહ્મ સ્‍વરૂપ શાષાીજી મહારાજે મંદિરો રચી વિશ્વને એક અમૂલ્‍ય ભેટ આપી હતી. એ સમયે કેવી પરિસ્‍થિતિમાં ગગનચુંબી મંદિરોનું નિર્માણ શાષાીજી મહારાજે કર્યું હતું તેની રોચક પ્રસ્‍તુતિ  બાળકો, યુવાનો તેમજ વડીલો દ્વારા કરવામાં આવી હતી. આશરે ૧૫ હજાર કરતાં પણ વધુ હરિભક્‍તોએ શ્રી અક્ષર મંદિર ખાતે આ ઉત્‍સવ સભા નો લાભ પ્રાપ્‍ત કર્યો હતો. મહંત સ્‍વામી મહારાજે સૌ પર કળપાસિસ વરસાવ્‍યા હતા. આ ઉત્‍સવમાં આવનાર દરેક હરિભક્‍તોને પ્રસાદ સ્‍વરૂપે ફૂડ ડિશ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંત ભાગમાં પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજ તથા સહ હરિભક્‍તોએ ઠાકોરજીને સમુહ આરતી દ્વારા વધાવ્‍યા હતા તે સમયે સમગ્ર તારામંડળ એ પળથ્‍વી ઉપર આવી ચડ્‍યું હોય તેવો અદભુત નજારો જોવા મળ્‍યો હતો. ભવ્‍ય આતિશબાજીથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું.આજનાં દિવસે ભગવાન સમક્ષ ફળ, સુકામેવા તથા કેક નો અન્‍નકોટ ધરવામાં આવ્‍યો હતો.

(3:34 PM IST)