<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

સિક્કામાં ઓઈલ મીલ ધરાવતા ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ

મહિલાને ઠંડાપીણામાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરીને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ: દુષ્કર્મ આચરીને વીડિયો બનાવી મહિલાને બ્લેકમેલ કરતો હોવાનો પણ આરોપ

જામનગર: સિક્કામાં ઓઈલ મીલ ધરાવતા ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. મહિલાને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે. દુષ્કર્મ આચરીને વીડિયો બનાવી મહિલાને બ્લેકમેલ કરતો હોવાનો પણ આરોપ છે. વારંવાર દુષ્કર્મ આચરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ દાવો છે. ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી મહિલાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોતાની કારમાં એક વિલામાં લઈ જઈ કુકર્મ આચર્યું હોવાનો મહિલાનો આરોપ છે

(7:03 PM IST)