<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

તાલાલા-જામવાળા સ્ટેટ વિભાગ હસ્તકનો રોડ લોકહિતમાં ત્વરિત બનાવવા જિ.પં.ના પૂર્વ કારોબારી અધ્યક્ષ જીકુભાઈ સુવાગીયાની માંગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તલસ્પર્શી વિસ્તૃત રજૂઆત કરી લોકોના વિશાળ હિતમાં ધ્યાન દોર્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : જુનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિનાં પૂર્વ અધ્યક્ષ જીકુભાઈ સુવાગીયા (આંકોલવાડી-ગીર) એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી ગીરસોમનાથ જીલ્લાના તાલાલા-જામવાળા સ્ટેટ વિભાગ હસ્તકનો રોડ લોકહિતમાં ત્વરિત બનાવવા માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, આ રસ્તો આશરે ત્રણેક વર્ષ અગાઉ ૭ મીટર પહોળો બનાવવા સરકારએ મંજુરી આપેલ પરંતુ વન વિભાગની મંજુરી મળેલ ન હોવાનું અમારી જાણમાં છે આ રોડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા તેમજ એજન્સી પણ ફિક્સ થઇ ને વર્ક ઓડેર પણ આપવામાં આવેલ હોવાનું તેમજ આ રસ્તો બામણાસા સુધી નવી પણ બની ગયેલ છે પરંતુ આ રસ્તો બામણાસાથી જામવાળા સુધી બનાવવામાં આવેલ નથી, બામણાસાથી જામવાળા સુધી આ રસ્તો અત્યંત ખાડા ખબડા તેમજ સિંગલ પટ્ટી હોય તેમજ સાઈડો રોકથી ખુબજ નીચી અને ઉખડ-ખાબડ હોવાથી વાહનો સામ-સામે આવે ત્યારે સાઈડ લેવામાં આવે ત્યારે નીચે પડી જાય છે અને અકસ્માતો થાય છે તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે નવો બનાવવા અને સાઈડો પણ રીપેર કરી ઉંચી અને રોડની સમાંતર બનાવવા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરાવવા વિનંતી કરાઈ છે.પત્રની નકલો અર્જુનભાઈ મોઢવાડિયા, વનમંત્રી ગુજરાત રાજ્ય,ગાંધીનગર, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ,વેરાવળ - ગીર સોમનાથને મોકલાઈ છે

(7:50 PM IST)