<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

કમોસમી વરસાદથી પાકને નુકશાન : સિહોરના રબારીકા ગામના વૃદ્ધ ખડુતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું

પાક ખરાબ થતાં અને આર્થિક સંકડામણને કારણે રબારીકા ગામમાં 65 વર્ષીય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ આત્મહત્યા કરી

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામમાં 65 વર્ષીય ખેડૂત જાની ધનજીભાઈ અમરજીભાઈએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. કમોસમી વરસાદના કારણે પાક ખરાબ થતાં અને આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનાએ ગામવાસીઓ સહિત ખેડૂત સમુદાયને હલાવી નાખ્યું છે. 

  મળતી માહિતી અનુસાર, શિહોર તાલુકાના રબારીકા ગામના 65 વર્ષીય જાની ધનજીભાઈ અમરજીભાઈએ પોતાનો પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી રહી છે. ખેડૂતે પોતાના ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. આ કપાસ અને મગફળીનું બિયારણ પણ તેઓ ક્રેડિટ ઉપર લાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તો અન્ય ઘરની જવાબદારીઓને લઈને આર્થિક સકડામણમાં અંતે ખેડૂતો મોતને વ્હાલું કર્યું છે. આ વર્ષે તેમની તમામ ખેતી કમોસમી વરસાદના કારણે ખરાબ થઈ ગઈ હતી. તેથી તેમને અન્ય કોઈ રસ્તો દેખાઈ રહ્યો નહતો.

(10:50 PM IST)