<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ભારતી આશ્રમના મહાદેવ ભારતીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

તેમણે કહ્યું હતું કે, મારી માનસિક પરિસ્થિતિ સારી નથી. હું પછી બધા ખુલાસાઓ કરીશ

ભારતી આશ્રમના મહાદેવ ભારતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમને આશ્રમના ગુરુ હરિહરાનંદ બાપુએ તમામ હોદ્દાઓ પરથી દૂર કર્યા છે અને આશ્રમમાં આવવાની મનાઈ ફરમાવી છે. હોસ્પિટલમાંથી રજા મળતા જ તેમણે કહ્યું હતું કે, મારી માનસિક પરિસ્થિતિ સારી નથી. હું પછી બધા ખુલાસાઓ કરીશ. તેઓ પોલીસ રક્ષણ સાથે રવાના થયાં હતાં. હોસ્પિટલમાં જ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. પોલીસે પણ આ અંગે મૌન સેવ્યુ હતું

  દરમિયાન મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદા ઉપર થી પાણીચુ આપતા તેમના ગુરુ હરિહરાનંદ ભારતી હવેથી આશ્રમ માં તેમની સાથે કોઈ પણ પ્રકારની સેવા લેવા માંગતા નથી

(11:24 PM IST)