News of Friday, 7th November 2025
કેશોદના શેરગઢ ગામે બાળકીનું પાણીના કુંડામાં પડી જતા ડૂબી જવાથી મોત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૦૭: કેશોદના શેરગઢ ગામે બાળકીનું પાણીના કુંડામાં પડી જતા ડૂબી જવાથી મોત થતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ કેશોદ તાલુકાના શેરગઢ ગામના જમનભાઈ હિરપરાની વાડીએ ખેત મજૂરી કામ કરતા ગુમાનભાઈ નાસીરયાભાઈ જમરેની દીકરી શિવાનીબેન ઉ.વ. ૨.૫ સુભાષભાઈ ભીમજીભાઈ હીરપરાની વાડીએ રમતા રમતા પાણીના કુંડામાં પડી ગઈ હતી જેના કારણે ડુબી જવાથી તેનું મળત્યુ નિપજ્યું હતું. દીકરીના મોતથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કેશોદ પોલીસે બનાવને લઈને આગળની કાર્યવાહી કરી હતી.(૨.૫)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
