<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

સુરેન્‍દ્રનગરના અસરગ્રસ્‍ત ખેડૂતોની વચ્‍ચે જઈ ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માએ પાક નૂકસાન અંગેનો તાગ મેળવ્‍યો

ટુંક સમયમાં વળતર પેકેજ સરકાર જાહેર કરશેઃ ચા ની મજા પણ માણીઃ અભિવાદન સમારંભ યોજવામાં આવ્‍યો..

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭: તાજેતરમાં ભાજપ ના પ્રદેશ અધ્‍યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા નિમણૂક કરવામાં આવી છે ત્‍યારે સુરેન્‍દ્રનગરમાં પ્રદેશ અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત આવી રહ્યા હતા તે દરમિયાન અભિવાદન સંભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. લીંબડી સુરેન્‍દ્રનગર હાઇવે ઉપરથી જગદીશ વિશ્વકર્મા સુરેન્‍દ્રનગર પહોંચતા હતા તે દરમિયાન વઢવાણ નજીક કેરાળા ગામમાં એક ખેતરમાં ખેડૂત પરિવાર કામ કરતો હતો તેની મુલાકાતે પોતાની કારનો કાફલો રોકી અને દોડી ગયા હતા અને તેની પરિસ્‍થિતિ જાણવા અંગેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યો હતો.

વઢવાણ ધારાસભ્‍ય જગદીશ મકવાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્‍દ્રસિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા સહિતના નેતાઓ પણ પ્રદેશ પ્રમુખની સાથે ખેડૂતોની મુલાકાતે પહોંચ્‍યા હતા અને સમગ્ર બાબતે ખેડૂતોની આર્થિક પરિસ્‍થિતિ તથા નુકસાની અંગેનો વિગતો મેળવવામાં આવી હતી અસરગ્રસ્‍ત ખેડૂતોને તાત્‍કાલિક સહાય મળી રહે તે માટે અને તાત્‍કાલિક કે ઉભા થઈ શકે તે દિશામાં સરકાર કામ કરી રહી છે તેવી હૈયા ધારણા પણ આપવામાં આવી હતી.

ખેડૂતો દ્વારા ચાર ઇંટ અને ચૂલા ઉપર બનાવવામાં આવેલી ચા ની ચૂસકી પણ જગદીશ વિશ્વકર્મા અને તેમની સાથે રહેલા નેતાઓ મંત્રીઓ દ્વારા લગાવવામાં આવી હતી ખેડૂતોએ પણ સરકારના વખાણ કરી અને ખેડૂત સન્‍માન નિધિ યોજના તેમજ સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજના ચલાવવામાં આવી રહી છે તેની પ્રશંસા ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અત્‍યાર સુધીનો સૌથી વધુ માવઠાથી નુકસાન હોવાનો પણ ખેડૂતોએ નેતાઓને જણાવ્‍યું હતું.

વઢવાણ બસ સ્‍ટેન્‍ડ પુલથી લઈ એમ પી શાહ સાયન્‍સ કોલેજ સુધી  બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ભાજપના નેતાઓથી લઈ કાર્યકર્તાઓ અને નાનામાં નાનો કાર્યકર્તા જોડાયો હતો અને ઙ્કથમ વખત જગદીશ વિશ્વકર્મા સુરેન્‍દ્રનગરમાં આવ્‍યા હોવાનો આનંદ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો  તમામ સમાજના લોકોએ જગદીશ વિશ્વકર્માનો સ્‍વાગત કર્યું હતું અને પહોંચ્‍યા હતા.

સ્‍ટેજ ઉપર સુરેન્‍દ્રનગર જિલ્લાના તમામ સંતો મહંતોને સ્‍થાન આપવામાં આવ્‍યું હતું ત્‍યારે સ્‍ટેજ ઉપર સ્‍થાન આપવામાં આવેલા તમામ સંતો મહંતો ના આશીર્વાદ લેવામાં આવ્‍યા હતા  સુરેન્‍દ્રનગર જિલ્લામાં આવેલી તમામ ગાડીઓના મહંત શ્રી તેમજ કોઠારી સ્‍વામી અને સંતોને સ્‍ટેજ ઉપર સ્‍થાન આપવામાં આવ્‍યું હતું.

ફુલહાર મોમેન્‍ટોથી દૂર રહ્યા

પ્રથમ વખત એવી ઘટના બની કે સુરેન્‍દ્રનગરમાં કોઈ નેતા આવ્‍યા અને તેમનું સ્‍વાગત ફુલહાર મોમેન્‍ટો અને મોંઘી ગિફ્‌ટ આપી અને ન કરાયું જગદીશ વિશ્વકર્મા દ્વારા તમામ કાર્યકર્તાઓ નેતાઓ અને મંત્રીઓને અપીલ કરવામાં આવી કે ફૂલહાર મોમેન્‍ટોનો ખર્ચ ન કરી અને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા નો સંકલ્‍પ કરવામાં આવ્‍યો સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૫૧ હજાર જેટલા વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મદદરૂપ થાય તે પ્રકારના નોટબુક અને અન્‍ય કીટો ફુલહાર મોમેન્‍ટો આપવાના સ્‍થાને આપવામાં આવશે અને તમામ નેતાઓથી લઈ કાર્યકર્તાનો તેમાં સહયોગ રહેશે.

ટૂંક સમયમાં જ રાજ્‍ય સરકાર સૌથી મોટું કળષિ નુકસાન વળતર પેકેજ જાહેર કરવાની છે અને તે દિશામાં સરકાર કામ પણ કરી રહી છે ત્‍યારે ખેડૂતોને નુકસાનીની સહાય તાત્‍કાલિક મળી જાય તે ઙ્કકારની દિશામાં સરકાર સતત પ્રયત્‍નશીલ છે અને તેના સર્વે પણ ચાલુ છે ત્‍યારે કુવરજી બાવળિયા સહિતના કેબિનેટ મંત્રીઓ પણ તેમની સાથે ખેડૂતોની વચ્‍ચે દોડી ગયા હતા.

૨૦ હજારથી વધુ કાર્યકરોની હાજરી

૨૦,૦૦૦ થી વધુ કાર્યકરોની હાજરી અને તેમની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય બાઇક રેલી યોજવામાં આવી હતી બીજી તરફ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ સ્‍વામી નારાયણ મુળી તાબા મંદિરનો ઉત્‍સવ ચાલી રહ્યો છે તેમાં પણ હાજરી આપવામાં આવી હતી ત્‍યારબાદ કમલમ ખાતે જગદીશ વિશ્વકર્મા પહોંચ્‍યા હતા પત્રકારોની ઉપસ્‍થિતિમાં ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું સુરેન્‍દ્રનગર જિલ્લામાં આત્‍મ નિર્ભર બનેલા અને આત્‍મનિર્ભર ખેડૂતોની સાથે પણ જગદીશ વિશ્વકર્મા દ્વારા ટૂંકી મુલાકાત કરવામાં આવી હતી. ત્‍યારબાદ કાર્યકર્તાઓના ઉત્‍સાહ વધારવા માટે કાર્યકર્તાઓની વચ્‍ચે ભોજન પણ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્‍યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્‍દ્રસિંહ ચૌહાણ નો જન્‍મદિવસ હોવાના કારણે તેમને શુભેચ્‍છાઓ પણ પાઠવવામાં આવી હતી.

(11:05 AM IST)