News of Friday, 7th November 2025
અમેરિકાના CEOની ગોંડલ યાર્ડમાં મુલાકાત
માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાના નેશનલ પિનલ્ટ બોર્ડના CEO વચ્ચે MOU થયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. હાલ ગોંડલ યાર્ડમાં નવી મગફળી સહિતની જણસીની આવક શરુ થઇ રહી છે. ત્યારે અમેરિકાના નેશનલ પિનલ્ટ બોર્ડના CEO પાર્કર બોબ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.
અમેરિકાની કંપની નેશનલ પિનલ્ટ બોર્ડ CEO પાર્કર બોબ કે જે અમેરિકામાં મગફળી ક્ષેત્ર ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે. તે ગોંડલ યાર્ડની મુલાકાતે આવ્યા હતા અને મગફળી સંશોધનની માહિતીની આપ લે માટેના MOU ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે કરવામાં આવ્યા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અમેરિકા કંપનીના CEO પાર્કર બોબ સહિતના સત્તાધીશોએ યાર્ડમાં વિવિધ જણસી આવક અને હરાજી નિહાળી હતી અને યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા ગોંડલ યાર્ડની જણસીની આવક તેમજ હરાજી વિશે ત્યારબાદ યાર્ડની મિટિંગ હોલમાં ગોંડલ યાર્ડના મગફળીના વેપારીઓ સાથે બેઠક યોજી માહિતી આપવામાં આવી હતી.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે અમેરિકાની કંપનીના ઘ્ચ્બ્ પાર્કર બોબ અમેરિકામાં મગફળીના સાયન્ટિસ્ટ છે તેઓએ મગફળીના સુધારણા માટે ખેડૂતોને અમેરિકામાં મગફળીનું વધારે વાવેતર થાય અને લોકો જાગળત થાય અને મગફળીનો વધારે ઉપયોગ કરે તે માટે તેઓએ એક મોટી ઝુંબેશ ઉપાડી હતી જેમાં અમેરિકામાં મગફળીનું ઉત્પાદનમાં ૩૩% કરતા પણ વધુ મગફળીનું ઉત્પાદન વધાર્યું હતું. તેઓએ ૧ વ્યક્તિ દીઠ ૪ કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતને વધુ ભાવ મળે તે માટે અમેરિકામાં લોકોને જાગળત કર્યા હતા. આજરોજ તેમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ સાથે મુલાકાત તેમના પ્ર‘ોના જવાબ પણ આપ્યા હતા અને આપણા ખેડૂતોમાં જાગળતતા આવે અને ઉત્પાદનમાં અને ભાવમાં ખૂબજ આગળ આવે તેમને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાની કંપની નેશનલ પિનલ્ટ બોર્ડના ઘ્ચ્બ્ વચ્ચે પ્બ્શ્ કરવામાં આવ્યા હતા. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા સહિત યાર્ડના ડિરેક્ટરો દ્વારા અમેરિકાની કંપનીના ઘ્ચ્બ્ નું સ્મળતિ ચિન્હ ભેટ આપી સન્માન કરાયું હતું
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
