News of Friday, 7th November 2025
મોરબીના લાલપર ગામે કારની ટક્કરથી દિવાલ પડતા ૭ વર્ષની બાબાનું મોત
મોરબી સીવીલ હોસ્પીટલમાં સારવારમાં આઘેડ ગૌતમભાઇ ગોહિલનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૭: લાલપર ગામે બાળકી મામાના ઘરે ફળિયામાં રમતી હતી અને બાજુમાં પડેલી કાર દીવાલ સાથે અથડાતા દીવાલ માથે પડતા સાત વર્ષની બાળકીનું ગંભીર ઈજા પહોંચતા મોત થયું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર ગામ ગુરુદેવ સોસાયટીમાં રહેતા મનોજભાઈ કૈડની સાત વર્ષની દીકરી મહેક મોરબીના લાલપર ગામે મામાના ઘરે ફળિયામાં દીવાલ પાસે રમતી હતી અને બાજુમાં બંધ પડેલ બોલેરો કાર જીજે ૦૩ એઝેડ ૯૩૦૨ વાળી કોઈ કારણોસર રળી પડતા દીવાલ સાથે અથડાઈ હતી અને દીવાલ માથે પડતા બાળકીને શરીરે અને માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મળત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
અન્ય એક બનાવમાં મોરબીના સામાકાંઠે રહેતા ગૌતમભાઈ ઉગાભાઇ ગોહિલ (ઉ.વ.૪૫) નામના આધેડને ગત તા. ૦૬ ના રોજ સિવિલ હોસ્પીટલમાં કોઈ કારણોસર સારવાર માટે દાખલ કર્યા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
