તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 7th November 2025
નિવૃતિ પછી પણ શિક્ષકો સમાજ માટે પ્રેરણારૂપઃ અરજણભાઇ બાપોદરા
પોરબંદરની રાતીયા સરકારી હાઇસ્કુલના શિક્ષક કાનભાઇ વદરનું નિવૃતિ વિદાય સન્માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૭: શિક્ષક કયારેય નિવળત ન થાય અને નિવૃતિ પછી પણ સમાજ માટે સતત પ્રેરણારૂપ રહે છે તેમ કેળવણી મંડળના ટ્રસ્ટી અરજણભાઇ બાપોદરાએ રાતીયા સરકારી વિવેકાનદ વિનય મંદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલનાં કર્મઠસાયન્સ શિક્ષક કાનભાઇ વદરના નિવળત્તિ વિદાય સન્માન સમારોહમાં જણાવ્યું હતું.
રાતીયા વિર નાગપાલ કેળવણી મંડળ સંચાલિત રાતીયા વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનાં કર્મવીર મદદ નિસ શિક્ષક કાનભાઇ વદર વયમર્યાદાનાં કારણે ૩૪ વર્ષની દીર્ઘ કાલીનકર્તવ્ય પરાયણ સેવા બજાવી નિવળત થતા સ્ટાફ પરિવાર દ્વારા નિવળત સન્માન સમારોહનું આયોજન કરવામા આવેલ હતું.
રાતીયા ગામ ના વિરનાગપાલ કેળવણી મંડળ નાં સંસ્થા પ્રત્યે પ્રતિબદ્ધ ટ્રસ્ટી ઉપપ્રમુખ અરજનભાઇ બાપોદરાનાં અઘ્યક્ષ સ્થાને યોજાયેલા આ શિક્ષક વિદાય સમારંભમા ટ્રસ્ટી કારાભાઇ એન.ઓડેદરા,હરદાસ ભાઇ ઓડેદરા, ભુરાભાઇ પરમાર,(મહિયારી) રામદે ભાગોઢાણીયા,(હનુમાન ગઢ), સરમણ ભાઇ રાતીયા (પોરબંદર), ઓઘળભાઇ ખુંટી (આદિત્યણા ), વિરમભાઇ ઓડેદરા,(રાણાવાવ), વેજાભાઇ ગેરેજા, કરશન ભાઇ ગેરે જા (ગેરેજ) સહીતના મહાનુંભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
વિદાય સમારંભના પ્રારંભમાં વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનાં ઇન્ચાર્જ આચાર્ય સંદિપ ભાઇ વડાલિયાએ આ છેવાડાની ગ્રામ્ય વિસ્તાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે, આજે વાલીઓ ‘‘ક્વોન્ટીટીએજ્યુકેશન'' માં નહિપણ, ‘‘ક્વોલિટી એજ્યુકેશન''માં માને છે.
વિદાય સમારંભના ટ્રસ્ટના ઉ પ પ્રમુખ અરજણભાઇ બાપોદરાએ સેવા નિવળત થયેલ કાનભાઇ વદર અને સાથે ઉપસ્થિત સેવા નિવળત કરસનભાઇ ઓડેદરાની કાર્યપ્રણાલિ, બિરદાવતા જણાવ્યું હતું કે, શિક્ષક કયારેય નિવળત ન થાય સમાજ માટે સતત પ્રેરણારૂપ રહે છે એક શિક્ષક શું કરી શકે તેમનું ઉદાહરણ શાળાના કાનભાઇ વદરઅને કરશનભાઇ ઓડેદરા છે તેમણે પોતાની ભણાવવાની આગવી શૈલી ના કારણે આજે બહોળી સંખ્યામા છાત્રોની સખ્યા છે આ શિક્ષકો ની ભણાવવાની આગવી સૂઝ નિયમિત તા, કાર્ય શીલતા અને ફરજ પ્રત્યે નીનિષ્ઠા થકી વિદ્યાર્થી ઓમા આદર પાત્ર બન્યા છે દરેક શિક્ષક સંસ્થા પ્રત્યે પ્રતિ બદ્ધ તા કેળવે તો સંસ્થા પ્રગતિ ના શિખરો સર કરી શકે છે તેમ જણાવી નિરામય આરોગ્ય ની શુભેચ્છાઓ આપી હતી
શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ પોરબંદરની કે.બી.જોષીનાં આચાર્ય દક્ષા બેન મન્ડોરાએ જણાવ્યું હતું કે આ સ્કુલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે અને સાયન્સ શિક્ષક તરીકે વદરભાઇની બાળકો પ્રત્યેની પ્રતિબદ્ધતા નિયમિતતા વિજ્ઞાન ગણિત પરની મજબૂત પક્કડ નાં કારણે આ શાળા નું ધોરણ ૧૦-૧૨નું શ્રેષ્ઠ પરિણાંમનું કારણ વાદરભાઇ છે.
ગોઢાણીયા બી. એડ કોલેજના કેળવણીકાર ડો.ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે વ્યક્તિ પદ કે જ્ઞાન થી નહિ, પણ કર્મ થી મહાન બને છે, આ શિક્ષકે વિદ્યાર્થી ઓ ભણવા માટે ઉત્સુક બને તેવું ‘‘એજ્યુ કેશ કલાઈમેન્ટ'' નું નિર્માણ કર્યું છે.
વય મર્યાદાનાં કારણે સેવા નિવળત થયેલા અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક કરસનભાઇ જે. ઓડેદરા તથા ઈનચાર્જ આચાર્ય અને સાયન્સ મદદ નિશ શિક્ષક કાનભાઇ વ દરનું ટ્રસ્ટીઓ અરજણભાઇ બાપોદરા, કારાભાઇ એન ઓડેદરા નાં હસ્તે રાતીયા ની હાથ વણાટની શાલ ઓઢાડી સ્મળતિ ચિહન આપી સન્માનિત કરવામા આવ્યા હતાં.
સેવા નિવળત કરસનભાઇ ઓડેદરાએ પોતાની પ્રતિભાવ મા પોરબંદર આર. જી ટી કોલેજનો ઋણ સ્વીકાર કરી ગ્રામ્ય વિસ્તારનાં બાળકોની સેવા કરવાનો ઈશ્વરે તક આપી તેઓ અહો ભાવ વ્યકત કારી સંસ્થાનો આભાર માન્યો હતો
આ વિદાય સમારંભામાં (મહિયારી) માલી બેન જાડેજા (કડછ) ભારતી બેન બામણીયા, વિરમભાઇ કરગટિયા, દર્શિતાબેન શિર, રમાબેન માવ દીયા, બાલુભાઈ ગોસાઈ દેવીબેન આગઠ, વિરમભાઇ આગાઠ,(ગોસા) ટ્રસ્ટી ઓ,વાલીગણ સહીત ગામના શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
