<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

મોરબીમાં નિવૃત પોલીસ કર્મચારી કેસીનો જેવી જુગારની કલબ ચલાવતો'તો! એક ડઝન પતાપ્રેમી પકડાયા

ર લાખ રોકડ, કાર અને બાઇક સહિત ૧૦.૩૮ લાખનો મુદામાલ કબ્‍જેઃ વિદેશી દારૂ પણ મળ્‍યો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સો અને કાર સહિતનો મુદામાલ નજરે પડે છે (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૭: મોરબી શહેરના લાતી પ્‍લોટ વિસ્‍તારમાં નિવળત પોલીસ કર્મચારી દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આધુનિક કેસીનો જેવા જુગારધામમાં બે અલગ અલગ રાઉન્‍ડ ટેબલ પર જુગાર રમી રહેલા ૧૨ જુગારીઓને રોકડા રૂપિયા ૨ લાખ તેમજ કાર અને બાઈક મળી કુલ રૂપિયા ૧૦.૩૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્‍યા હતા. દરોડા દરમિયાન પોલીસને જુગારધામમાંથી વિદેશી દારૂની બે ભરેલી અને ૩ અર્ધી ભરેલી બોટલ પણ મળી આવતા પોલીસે જુગારધારા અને પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી શહેરમાં લાતી પ્‍લોટ શેરી નંબર ૧ અને ૨ની વચ્‍ચે આવેલ ઓફિસમાં પહેલા માળે આરોપી પી.પી.ઠાકર ઉર્ફે પ્રિયદર્શન પૂર્ણશંકર ઠાકર જુગારધામ ચલાવી રહ્યા હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા ઓફિસમાં પહેલા માળેથી અલગ અલગ બે રાઉન્‍ડ ટેબલ ઉપર જુગાર રમી રહેલ આરોપી (૧) પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર ઉ.૬૦ રહે.મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી, મોરબી (૨) ભાવેશભાઈ જેરામભાઈ અઘારા, રહે.સરવડ ઉમીયાનગર તા.માળીયા (૩) સંજયભાઈ લક્ષ્મીદાસભાઈ રોજીવાડીયા રહે.મોરબી રવાપર એસ.પી.રોડ, મોરબી (૪) દીલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા, રહે. રવાપર રોડ તળાવની બાજુમા, મોરબી (૫)ફારૂકભાઇ દાઉદભાઇ ચાનીયા રહે.લુવાણાપરા, દાણાપીઠ, મોરબી (૬) બલભદ્રસિંહ ઉપેન્‍દ્રસિંહ જાડેજા, રહે.મોરબી શનાળા રોડ, હાઉસીંગ બોર્ડ, મોરબી (૭) અમીતભાઈ ગુણવંતભાઈ ગૌસ્‍વામી, રહે.મોરબી કન્‍યા છાત્રાલય રોડ (૮) અકબરભાઈ જુસબભાઈ કટીયા, રહે.મોરબી જુના બસસ્‍ટેન્‍ડ ઇદ મસ્‍જીદ પાછળ (૯) સુભાનભાઈ ઈકબાલભાઈ જેડા, રહે.મોરબી ખ્‍વાજા પેલેસ વાળી શેરી, જોન્‍શનગર (૧૦) જુસબભાઈ ગુલમામદભાઇ મોવર, રહે. મોરબી જુના બસસ્‍ટેન્‍ડ પાછળ ઈદ મસ્‍જીદ પાસે (૧૧) પ્રાણજીવનભાઈ સવજીભાઈ સંઘાણી રહે.મોરબી કેનાલ રોડ રાધાક્રિષ્‍ના સોસાયટી અને આરોપી (૧૨) ભરતભાઈ તળશીભાઇ સાંદેશા રહે.મોરબી મોટી માધાણી શેરી વાળાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

 પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા ૨,૦૮,૨૦૦ તેમજ એક કાર, ૧૧ મોબાઈલ ફોન અને ત્રણ બાઈક મળી કુલ રૂપિયા ૧૦, ૩૮,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દરોડા દરમીયાન પોલીસને ઓફિસમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની ૨ આખી ભરેલી સીલબંધ બોટલ તેમજ ત્રણ અર્ધ ભરેલી બોટલ પણ મળી આવતા પોલીસે રૂ.૪૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ૧૨ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા ૪ - ૫ મુજબ ગુન્‍હો દાખલ કરી પી.પી.ઠાકર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. સૂત્રોના જણાવ્‍યા મુજબ કેસીનો જેવી આ જુગાર કલબમાં સીસીટીવી કેમેરા અને રિમોટ સંચાલિત દરવાજા હોવાનું પણ સામે આવ્‍યું છે. આ અગાઉ પણ પોલીસે અહીં દરોડો પાડી જુગારધામ ઝડપી લીધું હતું

(1:15 PM IST)