<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

પોરબંદરમાં ભગવાન બિરસા મુંડાજી અને સરદાર પટેલ બન્નેની ૧૫૦મી જયંતીની ઉજવણીઃ વિવિધ સ્‍પર્ધાઓઃ એકતા પદયાત્રા

ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે કલેકટર એસ.ડી. ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી : મહાનુભાવોના ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી અવસરે જિલ્લામાં સ્‍મારકોની સફાઇ નિબંધ ચિત્ર સ્‍પર્ધાઓઃ વૃક્ષારોપણઃ જળસ્ત્રોતોની સામૂહિક સફાઇઃ વ્‍યસનમુકત અભિયાનઃ શેરી નાટકો અને યોગ શિબિર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૦૭: જિલ્લા કલેક્‍ટર એસ.ડી. ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે બેઠકમાં ભગવાન બિરસા મૂંડાજીની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા થઈ હતી. આ અવસરે મહાનુભાવોના સ્‍મારક તથા સ્‍ટેચ્‍યુની સફાઈ, શાળા-કોલેજ કક્ષાએ નિબંધ, ચિત્ર સ્‍પર્ધા સહિત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન તથા સ્‍થાનિક પરંપરાગત રમતોનું આયોજન કરવા અંગે અધ્‍યક્ષ સ્‍થાનેથી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં વંદે માતરમ્‌ ૧૫૦ની ઉજવણી અંતર્ગત દરેક સરકારી કચેરીઓમાં તેમજ જિલ્લા કક્ષાના મુખ્‍ય કાર્યક્રમમાં રાષ્‍ટ્રગીત વંદે માતરમ્‌નું તેના મૂળ સ્‍વરૂપે ગાન કરવામાં આવે અને સાથે અન્‍ય રાષ્‍ટ્રભક્‍તિના ગીતોનું ગાન કરવા જિલ્લા સ્‍તરે આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી.

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા - યુનિટી માર્ચના આયોજન અંગે કલેકટર સાથેની ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા બેઠક પ્રમાણે તથા જિલ્લા કક્ષાએ મુખ્‍ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં માધવપુર અને પોરબંદર ખાતે પદયાત્રા યોજવાનું આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી. પદયાત્રા દરમિયાન માર્ગમાં સાંસ્‍કળતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે

જિલ્લા કલેક્‍ટરશ્રીએ જિલ્લાભરમાં નિબંધ, ચિત્ર, વકતળત્‍વ, રીલ સહિતની પ્રતિયોગિતા, સરદાર સ્‍મળતિ વન બનાવવા વળક્ષારોપણ, જળસ્ત્રોતોની સામુહિક સફાઈ, વ્‍યસન મુક્‍તિ અભિયાન ચલાવવા, સરદારના જીવન ચરિત્ર પર આધારિત શેરી નાટકનું આયોજન, પ્રતિજ્ઞા અને યોગ શિબિર સહિતના કાર્યક્રમો યોજવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.બી. ચૌધરી, અધિક જિલ્લા કલેક્‍ટર જે.બી. વદર , પોરબંદર પ્રાંત અધિકારી  સંદિપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:22 PM IST)