<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ભાજપના જામનગર શહેર સંગઠનના હોદેદારોની નિમણુંક નિરીક્ષકો સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ

શહેર અધ્યક્ષ,સાંસદ ,ધારાસભ્યો,મેયર, પૂર્વ પ્રમુખ, જિલ્લા પ્રભારી, પૂર્વ મંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના હોદ્દેદારો નિમણૂક અન્વયે સંકલન સમિતિ ની બેઠક યોજાઈ. પ્રદેશ થી આવેલ નિરીક્ષકો, રાજુભાઈ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી), વંદનાબેન મકવાણા (કેશોદ પૂર્વ ધારાસભ્ય), શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, પૂર્વ પ્રમુખ વિમલ કગથરા, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવીબેન ઠાકર, પૂર્વ રાજ્ય સરકારના મંત્રીઓ પરમાણંદભાઇ ખટ્ટર, ધમેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ માં બેઠક યોજાઈ.હતી 

(8:45 PM IST)