News of Friday, 7th November 2025
અમરેલીના જાફરાબાદ બંદરથી દૂર અરબી સમુદ્રમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા ખલાસીનું દિલધડક રેસ્ક્યૂ
કોસ્ટ ગાર્ડ દ્વારા સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાતા ખલાસીનો જીવ બચી ગયો

અમરેલીના જાફરાબાદ બંદરથી દૂર અરબી સમુદ્રમાં એક બોટ પર કામ કરતા ખલાસીને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક બચાવી લેવાયો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા સમયસર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાતા ખલાસીનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, જાફરાબાદથી આશરે 60 નોટિકલ માઇલ (NM) દૂર 'મહેશ્વરી સાગર' નામની બોટમાં એક ખલાસી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત ખલાસીનું નામ ભીખુ નારણભાઈ છે. દરિયાની વચ્ચે આટલે દૂર ઇજા થવાથી ખલાસીની સ્થિતિ ગંભીર બની હતી, જેના કારણે તાત્કાલિક મદદની જરૂર પડી હતી.
ખલાસીની ઇજાની જાણ થતાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની ટીમે પોતાની સ્પીડ બતાવી અને બોટ સુધી પહોંચી, જે ઘટનાસ્થળથી આશરે 30 નોટિકલ માઇલ દૂર હતી. કોસ્ટ ગાર્ડની ટીમે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખલાસી ભીખુ નારણભાઈને સફળતાપૂર્વક બોટમાંથી બહાર કાઢ્યો હતો.
રેસ્ક્યુ કર્યા બાદ કોસ્ટ ગાર્ડના જવાનોએ તાત્કાલિક ખલાસી ભીખુ નારણભાઈને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને વધુ સારી અને સઘન સારવાર માટે દરિયા કિનારા સુધી લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાંથી માછીમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. કોસ્ટ ગાર્ડના આ ઝડપી અને સમયસરના ઓપરેશનને કારણે એક ખલાસીનો જીવ બચી શક્યો છે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
