<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ચોટીલામાં પ્રાંત અધિકારીની કાર્યવાહી, હોટલ-ઢાબામાં અચાનક ચેકિંગથી માલિકો અને સંચાલકોમાં ફફડાટ

ચોટીલા SDM દ્વારા નેશનલ હાઈવે પર આવેલી બળદેવ હોટલ, દ્વારકાધીશ હોટલ, સોનલ કૃપા હોટલ, વછરાજ હોટલ, પટના બિહાર ઢાબા હોટલ અને ખુશ્બુ હોટલમાં તપાસ

ચોટીલા પ્રાંત અધિકારીએ નેશનલ હાઈવે પર આવેલી અનેક હોટલો અને ઢાબાઓમાં અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરતાં હોટલ માલિકો અને સંચાલકોમાં હડકંપ મચી ગયો હતો.

માહિતી મુજબ, ચોટીલા SDM દ્વારા નેશનલ હાઈવે પર આવેલી બળદેવ હોટલ, દ્વારકાધીશ હોટલ, સોનલ કૃપા હોટલ, વછરાજ હોટલ, પટના બિહાર ઢાબા હોટલ અને ખુશ્બુ હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન હોટલોમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ, ફ્રોડ અને અન્ય ગેરરીતિઓ અંગે ચકાસણી કરવામાં આવી. અધિકારીઓએ હોટલોના દસ્તાવેજો, લાયસન્સ, ખાદ્યસામગ્રીની ગુણવત્તા તેમજ સફાઈની પણ તપાસ કરી હતી. આકસ્મિક ચેકિંગની કાર્યવાહી બાદ હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આવનારા દિવસોમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખી કાયદો અને વ્યવસ્થા તેમજ ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

(12:29 AM IST)