News of Saturday, 8th November 2025
સિંહ સફારી બાદ હવે સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પણ નકલી વેબસાઇટ દ્વારા હજારોની છેતરપીંડી
નકલી વેબ સાઇટ દ્વારા સિંહ સદન ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી આપવાના બહાને હજારોની રકમ ખાતામાં કરવી પડી રકમ ટ્રાન્સફર: મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

જૂનાગઢ : સિંહ સફારી બાદ હવે સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પણ નકલી વેબસાઇટ દ્વારા ફ્રોડની ઘટના સામે આવી છે. આરએફઓ, યશ ઉમરાણીયા એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નકલી વેબ સાઇટ દ્વારા સિંહ સદન ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી આપવાના બહાને હજારોની રકમ ખાતામાં ટ્રાન્સફર કરવી પડી હતી
વલસાડના જતીન શેઠ પાસેથી રૂપિયા 11,900 જમ્મુ કાશ્મીર બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. રવિભાઈ લીંબાડના નામે રૂમ બુક કરાવી રૂપિયા 3000 રૂ UPI થી એડવાન્સ પેમેન્ટ લઈ લીધા બાદ મોબાઈલ નંબર સ્વીચ ઓફ બતાવે છે. સંજય પદ્મનાભન મુંબઈ ના પ્રવાસી પાસેથી અેક્સીસ બેંકમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધેલ છે. આરએફઓની ફરિયાદના આધારે પોલીસે હાલ નકલી વેબસાઇટ બનાવનાર, વોટ્સએપ ચેટ કરનાર તેમજ બેંક એકાઉન્ટ હોલ્ડર અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
