તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
જખૌની જળસીમા પાસેથી ૮ માછીમારો સાથે ઓખાની બોટનું પાકિસ્તાની રેન્જર્સ દ્વારા અપહરણ
ભારતીય માછીમારોમાં ફફડાટ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની કચ્છમાં ઉપસ્થિતિ સમયે બનાવ બનતા માછીમાર પરિવારમા ચિંતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : હાલ માછીમારીની સીઝન ચાલી રહી છે તે વચ્ચે જખૌની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી ૮ માછીમારો સાથેની બોટના અપહરણના બનાવે માછીમાર સમુદાયમાં ફફડાટ ફેલાવ્યો છે. મળતી વિગતો મુજબ માછીમારી કરતી ઓખાની બોટ પાકિસ્તાની જળસીમા માં આવી ગઈ છે એવી બૂમો પાડી પાકિસ્તાની રેન્જર્સ એક ટંડેલ અને સાત માછીમારો સાથે સૌને ઉઠાવી ગયા હતા. પાકિસ્તાની લશ્કરે ઝડપેલા ભારતીય માછીમારોને કારણે દરિયામાં માછીમારી કરનાર ભારતીય માછીમારો ગભરાટ સાથે ચિંતા માં છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છમાં હતા ત્યારે જ આ બનાવ બન્યો હતો. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ઝડપાયેલ માછીમારોને છોડાવવા માંગ કરાઈ છે. જોકે, ઘણા કિસ્સાઓમાં માછલી પકડવા ભારતીય માછીમારો જળસીમા ઓળંગી જતા હોવાનું પણ અગાઉ બની ચૂક્યું છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
