<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

હળવદના કાવડિયા ગામે સોલર પ્‍લાન્‍ટમાં કોપર વાયર ચોરી કરનારા બે ઝડપાયા : ૨.૯૯ લાખનો મુદ્દામાલ કબજે

(દીપક જાની દ્વારા) હળવદઃ તાલુકાના કવાડિયા ગામે સોલાર પ્‍લાન્‍ટમાંથી ૧૦૦૦ મીટર લંબાઈનો રૂપિયા ૪ લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરવાની ઘટનામાં સ્‍થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી કોપર વાયર ચોરી કરી જનાર તસ્‍કર બેલડીને ઝડપી લઈ રૂ.૨.૯૯ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.ફેંસિંગ તોડી દીવાલ કૂદી અજાણ્‍યા તસ્‍કરોએ રૂપિયા ૪ લાખની કિંમતના ૧૦૦૦ મીટર લંબાઈના કોપર વાયરની ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં તસ્‍કરોનું પગેરું દબાવી સુખપુર ગામની સીમમાંથી આરોપી સુલતાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકેવાડીયા અને આરોપી રવિ ઘનશ્‍યામભાઈ દેકેવાડીયા રહે.બન્ને દેવપર, સુખપુર વાળાઓને ૪૬૦ કિલો ૭૦૦ ગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા ૨,૯૯,૪૫૫ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(10:27 AM IST)