તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
જામકંડોરણામાં વંદેમાતરમ રાષ્ટ્રગીતનો સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણાઃ તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રગાન વંદે માતરમ ગીતને ૧પ૦ વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં વંદે માતરમ રાષ્ટ્રગીત સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, જામકંડોરણા મંડલના પ્રભારી ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ગૌતમભાઇ વ્યાસ, આશિષભાઇ કોયાણી, તાલુકા પંચાયતના હોદેદારો, ભાજપ સંગઠનના હોદેદારો, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ અને ગ્રામજનોએ હાજરી આપી હતી અને રાષ્ટ્રગીતનું સમૂહગાન કરી સ્વદેશીના સપથ લીધા હતા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
