<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

કોટડાસાંગાણીના નારણકા પાસે કારખાનામાં વાહન નીચે ચગદાઇ જતા બાળકનું મોત

રાજકોટ, તા. ૮: કોટડાસાંગાણીના નારણકા ગામ પાસે કારખાનામાં વાહન નીચે ચગડાઇ જતા આદિવાસી પરિવારના બાળકનું મોત નીપજયું હતું.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીના નારણકા ગામે ઓરબીસના કારખાનામાં સેગીકેશન વિભાગની અંદર રમતા આદિવાસી પરિવારના બાળક મીઠુ (ઉ.વ. ૩ાા) ઉપર માલસામાનની હેરફેર કરવા આવેલ ફોર કલીપ વાહન ફરી વળતા બાળક મીઠુને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયો હતો જયાં ડોકટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવએ મૃતક બાળકના પિતા રવિન્‍દ્રભાઇ મોહનીયાએ ફોર કલીપ વાહનના ચાલક સામે ફરીયાદ કરતા કોટડાસાંગાણી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:26 AM IST)