તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની પ્રથમ ઠંડીનો ચમકારો
લઘુતમ તાપમાનનો પારો ધીમે-ધીમે નીચે ઉતરવા લાગતા શિયાળાની અસર મોડી રાત્રે અને સવારે વધી

રાજકોટ, તા., ૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની પ્રથમ ઠંડીનો ચમકારો આજે અનુભવાયો છે. આજે સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં ૧૪ ડીગ્રી, અમદાવાદમાં ૧૪.૭, નલીયા ૧પ.૪ , રાજકોટમા઼ ૧૬.૪ ડીગ્રી લઘુતમ તાપમાન આજે સવારે નોંધાયું છે.
લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે નીચે ઉતરવા લાગતા શિયાળાની અસર મોડી રાત્રીના અને સવારે વધી છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ધીમે ધીમે શિયાળાની ઋતુ જામવા લાગી છે. છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર વાતાવરણ બાદ, ગત રાત્રીએ શહેરીજનોએ ચાલુ સીઝનનો પ્રથમ વખત ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવ્યો હતો. અત્યારે મોડી રાત્રે ર વાગ્યાની આસપાસ શહેરનું લઘુતમ તાપમાન ગગડીને ૧૯ ડીગ્રી સેન્ટીગ્રેડ (ઓગણીસ ડીગ્રી) પર પહોંચી ગયું હતું. આજે સવારે ૧૬.૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉતર તરફથી ફુંકાતા ઠંડા પવનો અને સ્વચ્છ આકાશને કારણે તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો છે. રાત્રીના સમયે ઠંડા પવનો ફુંકાતા લોકોએ ઠંડકનો વધુ અહેસાસ કર્યો હતો. આ સીઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો ર૦ ડીગ્રીથી નીચે જતા ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.
ગરમ વષાો કબાટમાંથી
બહાર નીકળ્યા
રાત્રીના સમયે ઠંડી વધતા લોકોએ ઘરોમાં પંખા બંધ કરી દીધા હતા અને ગરમ વષાો તથા ઓઢવાનું લેવાની ફરજ પડી હતી. શહેરના મુખ્ય માર્ગો પર રાત્રીના સમયે વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી. જે ઠંડીની અસર દર્શાવે છે.
બેવડી ઋતુનો અહેસાસ
હાલ શહેરીજનો બેવડી ઋતુનો અનુભવ કરી રહયા છે. રાત્રીના સમયે અને વહેલી સવારે તીવ્ર ઠંડક વર્તાય છે. જયારે દિવસ દરમિયાન સુર્ય પ્રકાશને કારણે હજુ પણ હળવી ગરમીનો અહેસાસ થાય છે. આજનું મહતમ તાપમાન ૩ર ડીગ્રી આસપાસ રહેવાની શકયતા છે.
આગામી દિવસોમાં રાત્રીનું તાપમાન હજુ પણ નીચુ જવાની અને ઠંડીનું જોર ક્રમશઃ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહીલવાડ પંથકમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે. આજે શનિવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૯.ર ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહયું હતું. જયારે પવનની ઝડપ ૮ કી.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.પ ડીગ્રી, મહતમ તાપમાન ૩ર ડીગ્રી, ભેજનું પ્રમાણ ૬૬ ટકા, પવનની ગતી ૩.૬ કી.મી. રહી હતી.

(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
