News of Saturday, 8th November 2025
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મથુરામાં બનેલા વાઘા પહેરાવ્યા : સિંહાસને ગુલાબ-સેવંતીના ફુલનો શણગાર : 500 કિલો કેળાનો અન્નકૂટ : જુઓ વિડીયો
સવારે મંગળા આરતી પ.પૂ.શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ કરી :પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન

રાજકોટ તા.૮ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-11-2025, શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે મંગળા આરતી પ.પૂ.શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામી અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ્યોર સિલ્કના કાપડના મથુરામાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા ફુલની થીમના વાઘા અને સિંહાસને ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે. આ સાથે દાદાના પરિરસમાં આવેલી યજ્ઞશાળામાં આજે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક વદ ત્રીજને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મથુરામાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે.
આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને 500 કિલો કેળાનો અન્નકૂટ પણ ધરાવ્યો છે. આ કેળાનો પ્રસાદ ભક્તોને અને ગૌશાળામાં ગાય માતાને આપવામાં આવશે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
