News of Saturday, 8th November 2025
જસદણના નાની લાખાવડમાં પતિ સાથે ચડભડ થતાં નવોઢાએ ઝેરી દવા પીધી
પત્નિએ ભોજન બનાવી રાખ્યું હતું પરંતુ પતિ બહાર જમીને આવતાં માથાકુટ થતાં માઠુ લાગ્યું : સીમાબેન ખીમસુરીયાને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૮: જસદણના નાની લાખાવડ ગામે રહેતી સીમાબેન રાજેશ ખીમસુરીયા (ઉ.વ.૨૧)એ સાંજે સાડા આઠેક વાગ્યે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં જસદણ, આટકોટ કે. ડી. પરવાડીયામાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
ઝેરી દવા પી લેનારી સીમાબેનના લગ્ન અગીયાર મહિના પહેલા થયા છે. તેણીનો પતિ છુટક કામ કરે છે. સગાએ કહ્યું હતું કે સાંજે સીમાબેને પતિ માટે રસોઇ બનાવી રાખી હતી. પરંતુ પતિ બહાર કામે ગયો હોઇ ત્યાંથી જમીને ઘરે આવતાં આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં તેણી દવા પી ગઇ હતી. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
