News of Saturday, 8th November 2025
સુરેન્દ્રનગર નેત્રમ ટીમે મુસાફરનું રૂપિયા ૮૩ હજાર ભરેલું પર્સ શોધી કાઢયુ

સુરેન્દ્રનગરઃ જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા નેત્રમ ટીમના પીએસઆઇ ડી. એલ ઝેઝરીયાની સુચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ‘નેત્રમ'સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી અરજદાર વિજયભાઇ સોમનાથભાઇ જોશી રહે, ખારવા વઢવાણ વાળાના પત્નિ અરૂણાબેન ખરીદી કરવા સુરેન્દ્રનગર શહેરમાં આવેલા હોય અને જવાહર ચોક થી રીક્ષામાં બેસી એસ.ટી.બસ સ્ટેન્ડ જતા હોય તે અરસામાં આશરે દોઢ તોલાની કી.રૂ.૮૦,૦૦૦ ની સોનાની બુટ્ટી તથા રોકડ રૂ.૩૦૦૦ એમ કુલ રૂ.૮૩,૦૦૦ નો કીંમતી સામાન ભરેલ પર્સ રિક્ષામાં ભુલી ગયેલ હોય જે જાણ થતા અરજદાર કયાં વાહનમાં બેસેલ તે વાહન નં-જીજે-૨૩-એવી-૦૦૧૨ વાળાને વેરીફાઇ કરી વાહન માલિકનો સંપર્ક કરી મુળ માલીક વિજયભાઇ સોમનાથભાઇ જોશીને તેઓનો કીંમતી સામાન પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
