<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ઠંડી વધશે? કયા કારણે?

હાલ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ ન આવવા છતાં આગામી દિવસોમાં : હાલ વિએટનામ કંબોડીયાને ધમરોળી રહેલ એક મજબુત વાવાઝોડું આપણા દેશના વાતાવરણને શું પલ્‍ટાવશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૮: નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની હાલના સપ્તાહમાં કોઇ સંભાવના નથી. તાજેતરમાં એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ જમ્‍મુ કાશ્‍મીરમાં સ્‍નોફોલ વરસાવી ગયા બાદ એ ઠંડીની અસર ઉતર- પヘમિના વહેતા થયેલા પવનોને કારણે રાત્રે શિયાળાની ઠંડીની અસર જોવા મળી રહી છે. આગામી ચાર-પાંચ દિવસ સુધી આ ઠંડીની યથાવતતા સાથે ઠંડીમાં વધુ કોઇ બદલાવ ન થાય તેવી સંભાવના આઇએમડી દ્વારા વ્‍યકત કરાઇ છે.

પરંતુ પૂર્વ તરફના દેશો પર દ્રષ્‍ટિપાત કરીએ તો એક નહી પણ બે ટ્રોપીકલ સ્‍ટોર્મ જોવા મળી રહયા છે. તેમાં ચીન તરફ ગતિ કરી રહેલા આ વાવાઝોડાઓ પૈકી નજીકનું ભારે મજબુત વાવાઝોડૂ ‘‘કલ્‍માએગી'' (KALMAEGI) ૧૫૦થી ૧૯૦ કિ.મી.ની ઝડપે વિએટનામ- કંબોડીયાને ધમરોળી રહયું છે. તેની પાછળ બીજુ વાવાઝોડુ પ્રશાંત મહાસાગરમાં છે તે પ્રથમ વાવાઝોડાથી થોડુ નબળુ છે જો કે તે પણ કદાચ મજબુત બની શકે છે. આવનારા દિવસોમાં આ બન્ને વાવાઝોડા ક્રમશઃ ચીનને ધમરોળી શકે છે. ચીન સુધી પહોંચ્‍યે આ વાવાઝોડા વાતાવરણનો ભેજ પોતાના તરફ ખેંચશે. જેને પરીણામે આપણે ગુજરાત સુધી ઉતર-પશ્‍ચિમના ભેજ વિહિન શુષ્‍ક અને ઠંડા પવનોનો પ્રભાવ વધશે અને અચાનક ઠંડી પણ વધી જશે. આ વાવાઝોડા ચીનને ધમરોળી ત્‍યાંથી જ રીકર્વ કરી જાય. તો તો કંઇ ચીંતા નથી પણ આ પૈકી કોઇ વાવાઝોડું નબળુ પડી અન્‍ય સીસ્‍ટમ સ્‍વરૂપે બંગાળની ખાડી સુધી પહોંચે તો અહીં તેને સમુદ્રી ઉર્જા મળ્‍યે તે વળી નવી સીસ્‍ટમ સ્‍વરૂપે ડીપ્રેશન કે એથી વધુ મજબુત કેટેગરીએ પહોંચે તો દેશના વાતાવરણમાં પલ્‍ટો આવી શકે છે. અમુક વેધર મોડેલ ૧૫ નવેમ્‍બર આસપાસ બંગાળની ખાડીમાં બદલાવ થવાનો નિર્દેશ બતાવી રહયા છે. અત્રે એ પણ નોંધનીય છે કે નવેમ્‍બર-ડીસેમ્‍બરમાં બંગાળની ખાડી- અરબી સમુદ્રમાં સીસ્‍ટમો વધુ બનતી હોય છે.

(11:47 AM IST)