<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ધ્રોલના સણોસરા નજીક દોઢ લાખના દારૂ સાથે ઝડપાઇ ગયો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮ : ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં એલ.સી.બી.ના હેડ કોન્‍સ. મયુરસિંહ જટુભા પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, સણોસરા ગામના પાટીયા થી ખાખરા ગામ તરફ જતા રોડ ઉપર નર્સરી પાસે આરોપીઓ રવિરાજસિંહ દાદુભા ચૌહાણ એ  ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૧ર, કિંમત રૂ.૧,૪પ,૬૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧, કિંમત રૂ.પ,૦૦૦/- તથા કાર-૧, કિંમત રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ મુદામાલ રૂ.૪,પ૦,૬૦૦/-સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા તથા ભાભલુભાઈ કાઠી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગજણા ગામે વીસ બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિજયભાઈ દેવાયતભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગજણા ગામે આરોપી ખોડાભાઈ કરશનભાઈ ઝાપડા એ પોતાની વાડી એ ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર૦, કિંમત રૂ.૩,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:28 PM IST)