<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

જામનગરના નાધેડી ગામે માલધારી પરિવાર વચ્ચે ધિંગાણું : ચાર ધાયલ

ભેંસ દોહવા બાબતે માલધારી પરિવાર પર સાત થી આઠ શખ્સો તિક્ષણ હથીયારો સાથે તુટી પડ્યા : પોલીસ દોડી ગઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : જામનગરના નાઘેડી ગામે આજે સવારે ભેંસ દોહવા બાબતે માલધારી પરિવાર પર સાત થી આઠ શખ્સો તિક્ષણ હથીયારો સાથે તુટી પડ્યા હતા. 

        આ અથડામણમાં પુના ખેતાભાઈ બાભવા, ડાયાભાઈ ખેતાભાઈ બાંભવા, કારાભાઈ ખેતાભાઈ બાંભવા અને કમલેશ જગાભાઈ જુંજાને માથા તેમજ વાસા ના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને પગલે પોલીસ દોડી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:06 PM IST)