News of Saturday, 8th November 2025
આવતીકાલે ૯મી નવેમ્બરઃ જૂનાગઢ થયું હતું ભારતમાં વિલીન...
ભારતની ભૌગોલિક અને રાજકીય એકતાનું બન્યું હતું છોગું: જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવવાનો કર્યો હતો નિર્ણય, પ્રજાજનાનો એ કર્યો હતો ભારે વિરોધઃ સરદાર વલ્લભભાઈની કુશળતાને પગલે આજે જૂનાગઢ ભારતમાં છે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ આવતીકાલે ૯ મી નવેમ્બર છે આ દિવસે જ આપણું જુનાગઢ ભારતમાં વિલીન થયું હતું, નહીતર આજે જૂનાગઢ ભારતમાં નહિ પાકિસ્તાન માં હોત...!
આવો આપણે સમગ્ર ઘટનાને જાણીએ... જૂનાગઢ આમ તો આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ છે, પરંતુ આપણી આઝાદી પહેલા તે બ્રિટિશ ભારતનુ એક રજવાડું રાજ્ય હતું જેનો વિસ્તાર આશરે ૩૩૦૦ ચોરસ માઇલ હતો અને ત્યાર ની વસ્તી આશરે ૭ લાખ જેટલી હતી, જેની રાજધાની જૂનાગઢ શહેર હતી અને મુખ્ય બંદર હતું વેરાવળ, તે સમયે જૂનાગઢના શાસક હતા નવાબ. મહાબત ખાન ત્રીજાએ વેળા એ હિન્દુઓની વસ્તી લગભગ ૮૦% અને મુસ્લિમ વસ્તી હતી આશરે ૨૦% એટલું જ નહિ ભૌગોલિક સ્થિતિ પણ વિપરીત હતી, તેમજ પ્રજાજનો ની ઈચ્છા વિરુદ્ધ નવાબે પાકિસ્તાન સાથે જોડાવા નો નિર્ણય લીધો.
૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ નવાબે પાકિસ્તાન સાથે વિલીન થવા માટે એગ્રીમેન્ટ પર સહી કરી,૧૬મી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને એ સ્વીકાર્યું પણ લીધું પરંતુ ભારતે આનો જોરદાર વિરોધ કર્યો અને તર્ક વિહિન ગણાવ્યું, પ્રજાજનોએ પણ ભારે વિરોધ કર્યો, આજુબાજુના રાજ્યોએ પણ આ વિલીનનો વિરોધ કર્યો .
પ્રજાજનો એ અરજી હકૂમત બનાવી, તે વેળાએ દેશ ગૃહમંત્રી હતા સરદાર વલ્લભ પટેલ અને તેમને આ પ્રશ્ન હાથ પર લીધો, રાજકીય દબાણ વધ્યું, ભારતે નવેમ્બર ૧૯૪૭માં જૂનાગઢ તરફ લશ્કર મોકલ્યું, જેને પગલે નવાબ પાકિસ્તાન ભાગી ગયા ત્યારે પાકિસ્તાને જૂનાગઢના સંચાલન માટે ભારતને વિનંતી કરી, ભારતે પ્રજાની ઈચ્છા જાણવા ૨૦ મી ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જનમત સંહિતા યોજી અને જેમાં ૯૯.૯૫% પ્રજાએ ભારત સાથે જોડાવા માટે મત આપ્યો માત્ર ૯૧ મત પાકિસ્તાન તરફે પડ્યા એટલે જૂનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારતના નિયંત્રણ હેઠળ આવ્યું અને ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જનહિત સંહિતા દ્વારા પ્રજાજનોએ ભારતને સમર્થન આપ્યું.
આમ આવતીકાલે ૯મી નવેમ્બરએ જૂનાગઢનો ભારતમાં વિલીન થયાના દિવસ તરીકે ઉજવાય છે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
