<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

દ્વારકા તથા રૂપેણ બંદર વિસ્તારમાં 'ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૩.૦' અંતર્ગત રેઇડ : ૨૨ કેસ કરવામા આવ્યાં

“૧૮ વર્ષ થી નાની વયની વ્યક્તિને તમાકુ વેચાણ એ દંડનીય ગુનો છે.” તે અંગેનું બોર્ડ દુકાનો પર ન હોવાના ૧૭ , શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ વેચવા પર પ્રતિબંધ અન્વયે ૨ , “જાહેરમાં ધ્રુમપાન પ્રતિબંધ”ના ઉલ્લંઘન કરનાર સામે ૩ કેસ કરાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૮ :  વિશ્વમાં તમાકુ સેવન, તમાકુથી થતા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. મુખ્યત્વે યુવાનોમાં કેન્સર જેવા રોગોના વધતાં પ્રમાણને ધ્યાને લઈ લોકોનું આરોગ્ય જાળવવા હેતુ સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા અંતર્ગત તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૩.૦ હેઠળ તા.૦૬/૧૧/૨૦૨૫ ના રોજ દ્વારકા તાલુકાના રૂપેણ બંદર વિસ્તાર અને દ્વારકા શહેરી વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અન્વયે રેઇડ કરવામાં આવી હતી. 

આ રેઇડમાં કાયદા અનુસાર “૧૮ વર્ષ થી નાની વયની વ્યક્તિને તમાકુ વેચાણ એ દંડનીય ગુનો છે.” તે અંગેનું બોર્ડ દુકાનો પર ન હોવાના કિસ્સામાં ૧૭ કેસ,  “શૈક્ષણિક સંસ્થાઓની નિયત ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની અન્ય પ્રોડકટ વેચવા પર પ્રતિબંધ” અન્વયે ૨ કેસ,  તેમજ “જાહેરમાં ધ્રુમપાન કરવા પર પ્રતિબંધ”નો ઉલ્લંઘન કરનાર સામે ૩ કેસ એમ કુલ મળી ૨૨ કેસ કરવામા આવ્યાં હતાં અને  અધિનિયમની જોગવાઈઓ અનુસાર દંડ પેટે રૂ.૩૨૦૦ની રકમ વસુલ કરવામાં આવી હતી, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

(1:21 PM IST)