<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

રાહત પેકેજ બાદ ભાજપમાં ભડકો : સાવરકુંડલા APMCના ડાયરેક્ટર ચેતન માલાણીનું રાજીનામું

તેમણે ખુલ્લો આરોપ લગાવ્યો છે કે સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો :પક્ષમાંથી રાજીનામું આપતા ચેતન માલાણીએ સરકારના ₹10,000 કરોડના રાહત પેકેજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા

અમરેલી :સરકારે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઐતિહાસિક 10000 કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કરતાંની સાથે જ અમરેલી ભાજપના નેતા નારાજ થઇ ગયા. અમરેલી જિલ્લા ભાજપના લડાયક આગેવાન અને સાવરકુંડલા APMCના ડાયરેક્ટર ચેતન માલાણીએ રાહત પેકેજથી નારાજ થઈને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.

 

સાવરકુંડલા APMCના ડિરેક્ટર અને સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યું છે અને પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યું છે. પક્ષમાંથી રાજીનામું આપતા ચેતન માલાણીએ સરકારના ₹10,000 કરોડના રાહત પેકેજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચેતન માલાણી જેઓ સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી અને APMCના ડાયરેક્ટર છે, તેમણે ખુલ્લો આરોપ લગાવ્યો છે કે સરકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.

 

ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનની સામે અપાયેલી ઓછી સહાયની રકમથી નારાજ થઈને તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ લડાયક આગેવાનનું રાજીનામું અમરેલી જિલ્લા ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે આ ઘટના દર્શાવે છે કે ખેડૂતોની નારાજગી હવે સત્તાપક્ષના નેતાઓમાં પણ વ્યાપી ચૂકી છે. ચેતન માલાણીનું રાજીનામું દર્શાવે છે કે ખેડૂત સમુદાયના વિશાળ આર્થિક નુકસાન સામે જાહેર કરાયેલી સહાયની રકમ પૂરતી ન હોવાની લાગણી માત્ર વિરોધ પક્ષમાં જ નહીં, પરંતુ ખુદ ભાજપના જનપ્રતિનિધિઓમાં પણ પ્રવર્તી રહી છે.

 

(1:23 PM IST)