હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 8th November 2025
મોરબી- રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતઃ માલસામાનને નુકસાન,જાનહાની નહી
અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રક રોડ પરથી નીચે સાઇડમાં ઉતરી ગયા અને તેમાંથી માલસામાન વેરવિખેર થઈ ગયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૮: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક આજે સવારે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રક રોડ પરથી નીચે સાઇડમાં ઉતરી ગયા અને તેમાંથી માલસામાન વેરવિખેર થઈ ગયો. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, અકસ્માત ટ્રકોની અથડામણને કારણે થયો હતો. બંને ટ્રકમાં રહેલો માલસામાનને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રક ચાલકો અને તેમના સહાયકોને પણ કોઈ ગંભીર ઈજા થઈ નથી.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
