News of Saturday, 8th November 2025
ગિરનાર પર રીલ બનાવવી મોંઘી પડી : વન વિભાગની પાંચ યુવાનો સામે કાર્યવાહી :દરેક યુવાનને 2000 રૂ.નો દંડ કરાયો
રાજકોટના ચાર અને મહુવાનો એક યુવક પકડાયો: આ યુવકોએ ગિરનારની શીલાઓ પર ચડી વીડિયો બનાવ્યો હતો: સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થયા બાદ કાર્યવાહી

જૂનાગઢ : ગિરનાર પર રીલ બનાવવી મોંઘી સાબિત થઈ છે. વન વિભાગે પાંચ યુવાનો સામે કાર્યવાહી કરી છે. દરેક યુવાનને 2000 રૂ.નો દંડ કરાયો છે. રાજકોટના ચાર અને મહુવાનો એક યુવક પકડાયો છે. આ યુવકોએ ગિરનારની શીલાઓ પર ચડી વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. વન્યજીવ સુરક્ષા કાયદા હેઠળ સખત કાર્યવાહી કરાઈ છે. બેદરકારી ભર્યું સાહસ હવે સજા લાયક ગુનો બન્યો છે. યુવાનોએ બનાવેલી રીલ અંગે પોલીસે તપાસ શરુ કરી છે. ગુનો કબૂલ કરી યુવાનોએ માફી માગી છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
