<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

ધોરાજીમાં એસ ટી બસ પલ્ટી ખાઇ જતાં 20થીં પણ વધુ પેસેન્જરોને ઇજા : ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

ત્રણ દિવસમાં ધોરાજી વિસ્તારમાં બીજી ઘટના :મોરબીથી બાંટવા રૂટની એસ ટી બસ પલ્ટી ખાઈ ગઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં એસ ટી બસ પલ્ટી ખાઇ જતાં 20 થીં પણ વધુ પેસેન્જરો ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 
ત્રણ દિવસમાં ધોરાજી વિસ્તારમાં બીજી ઘટના બની છે 
મોરબીથી બાંટવા રૂટની એસ ટી બસ ધોરાજીનાં જુનાગઢ રોડ કેનાલ વાળા રસ્તે એસટી બસના ડ્રાઇવરએ કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી
આ અકસ્માત સર્જાતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયા અને એકસો આઠ અને અન્ય એમ્બ્યુલન્સ દોડતી થઇ અને ઈજાગ્રસ્તો નેં ધોરાજી સરકારી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યાં હતા
બસના પેસેન્જરોને બારી ઉપર સીડી રાખીને માટે બહાર કાઢ્યા હતા
આ મોરબીથી બાંટવા ગામે જતી એસ ટી બસ પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો આ બસ અંદાજે 35 થી વધારે પેસેન્જરો હતા
15 થી 20 પેસેન્જરો ઈજાગ્રસ્ત હાલતમાં  ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
એસ ટી બસ વિભાગ નાં દાવાઓ પોકળ સાબિત થાય એસ ટી અમારી સલામત તમારી
જે કહેવત ધોરાજીમાં માત્ર ત્રણ દિવસમાં બે બસ પલટી ખાઈ જતા પોકળ સાબિત થઈ  હતી
બનાવ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

(8:25 PM IST)