News of Saturday, 8th November 2025
વિસાવદર સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રનાં લોકપ્રિય નિવૃતિ સિનિયર અધિકારી ટી.આર.છતાણીનુ અવસાન : રવિવારે ૧૧ વાગ્યે અંતિમયાત્રા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રનાં લોકપ્રિય નિવૃતિ સિનિયર અધિકારી તથા સિંધી સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ઠાકરદાસ રૂપચંદ છતાણી ઉર્ફે "ટી.આર.છતાણી" (ઉ.વ.૮૨)નુ તા.૮-૧૧-૨૦૨૫ શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની અંતિમયાત્રા યાત્રા તા.૯-૧૧-૨૦૨૫ રવિવારે બપોરે ૧૧ કલાકે નિવાસસ્થાન: રેલ્વે સ્ટેશન સામે, ગાયત્રી પ્લોટ,વિસાવદર ખાતેથી નીકળશે.
"છતાણીભાઈ"નાં નામથી સમગ્ર વિસાવદર પંથકમાં આગવી ઓળખ ધરાવતા ટી.આર.છતાણીએ સ્ટેટ બેન્કની નોકરી દરમિયાન સૌની સાથે આત્મિયતાનો નાતો બનાવ્યો હતો. તેમના અવસાનથી ચાહકો શોકાતુર છે. (હસમુખભાઇ મો.9687853100, મુકેશભાઈ મો.9428550505, જગદીશભાઈ મો.9426573363)
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
