<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th November 2025

જાફરાબાદ તાલુકાના માણસા ગામે ખેડૂતોએ ભારે હૈયે મગફળીના પાકમાં દિવાસળી ચાંપી

કમોસમી વરસાદમાં મગફળીનો પાક બગડી જતાં ખેડૂતોને પાક સળગાવવાનો વારો આવ્યો

અમરેલીના જાફરાબાદ તાલુકાના માણસા ગામે ખેડૂતોએ ભારે હૈયે મગફળીના પાકમાં દિવાસળી ચાંપી છે.

કમોસમી વરસાદમાં મગફળીનો પાક બગડી જતાં ખેડૂતોને પાક સળગાવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં એટલું નુક્સાન થયું છે કે ઢોરને ખવડાવવા માટે પણ પૂરતો પાક નથી રહ્યો.જેના લીધે અમુક ખેડૂતો માટે બગડી ગયેલો પાક ઢોરોને ખવડાવી દેવાની નોબત આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદમાં ન માત્ર મગફળી પરંતું ડુંગળી અને કપાસના પાક પણ નિષ્ફળ જતાં ખેડૂત પરિવારો પર પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરે તેવી ધરતીપુત્રો માગ કરી રહ્યા છે.

(10:45 PM IST)