હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th November 2025
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી સૌથી મોટું ઐતિહાસિક કૃષિ પેકેજ જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ જુનાગઢ જિલ્લાની પણ કમોસમી વરસાદ દરમિયાન મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સર્વેની કામગીરી કરાવી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળ્યા બાદ પ્રતિભાવ આપતા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌથી મોટું અને ઐતિહાસિક અગાઉ ક્યારેય જાહેર ન થયું એવું ખેડૂત રાહત પેકેજ જાહેર કર્યું છે. સહકારી ક્ષેત્રના આગેવાનો,કાર્યકરો અને ખેડૂતો સભાસદો વતી તેઓએ સરકારનો આભાર માનતા કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને આ પેકેજથી ખેડૂતોને મદદ થશે. મુખ્યમંત્રીએ જુનાગઢ જિલ્લાની પણ કમોસમી વરસાદ દરમિયાન મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સર્વેની કામગીરી કરાવી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે કલ્યાણકારી ખેડૂત સહાયતા પેકેજ રૂપિયા ૧૦ હજાર કરોડની રકમનું આપ્યું છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
